Magazines

ફન ટાઈમ .

By GS TEAM
20 Feb 20261 min read
ફન ટાઈમ                                                 .

ઝીરો માર્કસ

પપ્પુને ટેસ્ટમાં ઝીરો માર્ક આવ્યા. મમ્મી ગુસ્સાથી રાતીપીળી થઈ ગઈ.

પપ્પુ રડતા રડતા કહે,

'પણ મેં તો બધા

જવાબ લખ્યા હતા...'

બીજા દિવસે મમ્મી સ્કૂલે ગઈ. ટીચરને પૂછ્યું: 'મારા દીકરાને મીડંુ કેમ આપ્યું? એણે તો આખું પેપર લખ્યું હતું.'

ટીચર કહે: 'પણ પેપરમાં શું લખ્યું હતું એ તો જુઓ!'

ટીચરે પપ્પુનું આન્સર પેપર મમ્મીને જોવા આપ્યું.

સવાલ-જવાબ કંઈક આવા હતા: 

સવાલ: ટીપુ સુલતાન કયા યુદ્ધમાં માર્યો ગયો? 

જવાબ: એના છેલ્લા યુદ્ધમાં. 

સવાલ: સ્વતંત્રતાના ઘોષણાપત્ર  ક્યાં કરવામાં આવ્યો હતો? 

જવાબ: પાનામાં એકદમ નીચે. 

સવાલ: મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો? 

જવાબ: એમના બર્થડે પર. 

સવાલ: છ માણસો વચ્ચે આઠ કેરી કેવી રીતે વહેંચશો? 

જવાબ: મેન્ગો શેક બનાવીને.

સવાલ: ભારતમાં સૌથી વધારે બરફ ક્યાં જોવા મળે છે? 

જવાબ: ડ્રીંક્સના ગ્લાસમાં. 

...ને પછી મમ્મીએ પપ્પુને જે ધીબેડયો છે!