Get The App

ફનટાઈમ .

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image

પપ્પુ સ્કૂલમાં ગધેડો લઈને આવ્યો. ક્લાસ ટીચર પૂછ્યું, 'અલ્યા, આ શું? ગધેડાને કેમ સ્કૂલે ખેંચી લાવ્યો?'

પપ્પુ કહે, 'સર, તમે જ કહેતા હો છોને મેં તો કેટલાય ગધેડાને માણસ બનાવ્યા છે. એટલે મને થયું કે લાવ, આ ગધેડાને પણ તમારી પાસે લાવીને એનું જરા કલ્યાણ કરું.'

ડેન્ટિસ્ટ : તમારા દાંત સડી ગયા છે. કઢાવવા પડશે. 

દર્દી : કેટલો ખર્ચ આવશે? 

ડેન્ટિસ્ટ : પાંચ હજાર રુપિયા.

દર્દી : એમ કરો, આ બસ્સો રુપિયા રાખો, દાંતને ખાલી ઢીલા કરી નાખો, એને કાઢવાનંુ કામ હું જાતે કરી લઈશ. 

આંખના ડોક્ટર : ચશ્માં કોના માટે બનાવવાનાં છે? 

રોમી : મારા ક્લાસ ટીચર માટે. 

આંખના ડોક્ટર : કેમ?

રોમી : કેમ કે એને મારામાં કાયમ ગધેડો જ દેખાય છે.