Get The App

ફનટાઈમ .

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image

એક પાગલ ભેંસ ઉપર બેસીને જતો હતો.

એ જોઈને બીજો પાગલ 

બોલ્યો : એલા, તને પોલીસ પકડી જશે. 

પહેલો પાગલ : કેમ? 

બીજો પાગલ : તેં હેલ્મેટ 

નથી પહેર્યું. 

પહેલો પાગલ : પહેલાં જો તો ખરા, આ ફોર-વ્હીલર છે.

પિન્ટુ કેળું ખરીદવા ગયો. 

પિન્ટુ : ભાઈ, એક કેળું લેવું હોય તો કેટલામાં મળશે? 

કેળાંવાળો : ૧૦ રૂપિયા...

પિન્ટુ : અરે, ચાર રૂપિયામાં આપી દોને. 

કેળાંવાળો :  ના ભાઈ, ચાર રૂપિયામાં તો ખાલી કેળાની છાલ જ આવે. 

પિન્ટુ : તો આ લો છ રૂપિયા. મને ફક્ત કેળું આપી દો અને છાલ તમારી પાસે રાખો.

પતિ : એ... સાંભળે છે? આજે એવી ચા બનાવ કે રોમ-રોમમાં દિવા થાય.

પત્ની : ચામાં દૂધ નાખું કે કેરોસીન?