Get The App

ફનટાઈમ .

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image

ઓપરેશન

બુધિયાને એના પપ્પાએ

પૂછ્યું :'બુધિયા! કહે જોઈએ, દવાખાનામાં ઓપરેશન કરતીવખતે ડોકટરો

પોતાના મોઢા પર કપડું

શા માટે બાંધે છે?'

બુધિયાએ કહ્યું : 'કારણ કે કોઈ વખત ઓપરેશન કરતી વખતે કંઈક ગરબડ થઈ જાય

ત્યારે દર્દી ડોકટરને ઓળખી ન શકેને કે કયા ડોકટરે એનું ઓપરેશન કર્યું હતું?'

ઉડતી રકાબી

શિક્ષકે એક દિવસ વર્ગમાં વિદ્યાર્થીઓને પૂછ્યું : 'ઉડતી

રકાબીની શોધ કોણે કરી

અને તે ક્યાં જોવા મળે છે?'

થોડીવાર માટે બધા વિદ્યાર્થીઓ વિચારમાં પડી ગયા.

જ્યારે કોઈ જવાબ આપવા

ઊભું ન થયું ત્યારે બુધિયો ઊભો થયો અને બોલ્યો: 'સાહેબ! ઉડતી રકાબીની શોધમારી મમ્મીએ જ

કરી છે અને મેં કેટલીય વખત

મારા પપ્પાને માથે આવીને

પડતી જોઈ છે.'