ફનટાઈમ .
પપ્પા કહે: 'રોમી, તને ખબર છે, નેહરુજી તારી ઉંમરના હતા ત્યારે ક્લાસમાં મોનિટર હતા.'
રોમી કહે: 'એમાં શું! તમને ખબર છે, નેહરુજી તમારી ઉંમરના હતા ત્યારે દેશના વડાપ્રધાન હતા?'
ચિંટુના ઘરે મહેમાન આવ્યા હતા. એમણે પૂછ્યું, 'બેટા, તારું નામ શું છે?'
ચિંટુ કહે, 'ચિંટુ.'
મહેમાન કહે: 'બેટા, એ તો તારા ઘરનું નામ થયું, સ્કૂલનું નામ શું છે?'
ચિંટુ કહે, 'સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ!'
પપ્પુ એના ફ્રેન્ડ્ઝ સાથે વાતો કરી રહ્યો હતો. પપ્પુએ કહ્યું, 'બોલ રોમી, વેકેશનમાં અમારું આખું ઘર તાજમહલ જોવા ગયું હતું.'
રોમી કહે, 'હેં? એક કારમાં તારું આખું ઘર સમાઈ ગયું?'