ટીચર: પિન્ટુ, ભણવામાં કેમ ધ્યાન આપતો નથી?
પિન્ટુ: છોકરાઓ ભણવામાં બે જ કારણથી ધ્યાન આપે છે.
ટીચર: ક્યાં ક્યાં?
પિન્ટુ: એક તો શોખથી ને બીજો ડરથી.
ટીચર: તું કહેવા શું માગે છે?
પિન્ટુ: એ જ કે હું કારણ વગરના નકામા શોખ રાખતો જ નથી ને કોઈથી ડરવાનું નહીં એવું તો તમે જ
શીખવ્યું છે.
ટીચરને લાગ્યું એ બેહોશ
થઈ જશે...
કંડક્ટર: જેની પાસે છુટ્ટા ન હોય એ બસમાંથી નીચે ઉતરી જાય.
રોહન: મને લાલ દરવાજાની ટિકિટ આપો.
કંડક્ટર : લાવો, છ રુપિયા.
રોહને સો રુપિયાની નોટ કાઢી.
કંડક્ટર (ગુસ્સે થઈને): છ રુપિયાની ટિકિટ છે ને તું સો રુપિયા આપે છે! મારી પાસે ૯૪ રુપિયા છુટ્ટા નથી.
રોહન: તો તમે બસમાંથી નીચે ઉતરી જાઓ!


