Get The App

ફનટાઈમ .

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image


કનુ : તને ખબર છે, ચીનની દીવાલને શા માટે દુનિયાની સાત અજાયબી ગણવામાં આવે છે? 

મનુ : ના. બોલ. 

કનુ : અરે, ચીનની આ એક માત્ર એવી વસ્તુ છે, જે તકલાદી નથી અને અત્યાર સુધી ટકી રહી છે, એટલે!

રોમી : તંુ કઈ બ્રાન્ડનો સાબુ વાપરે છે?

ટોમી : હું જેકી છાપ સાબુ, જેકી છાપ ટૂથપેસ્ટ અને જેકી છાપ શેમ્પૂ વાપરું છું. 

રોમી : આ કઈ બ્રાન્ડ? મેં તો પહેલી વાર નામ સાંભળ્યું. જેકી અમેરિકન બ્રાન્ડ છે? 

ટોમી : અરે ના ના... જેકી મારા રુમમેટનું નામ છે!

પપ્પાએ રાજુની જડતી લીધી તો ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ અને તમાકુના પાઉચ નીકળ્યું. પપ્પા રાતાપીળા થઈ ગયા. એકદમ ઊંચા અવાજે તેઓ કહે : 'શું છે આ બધું? ક્યારથી ચાલે છે આ?' રાજુ કહે : 'પપ્પા, જુઓ તો ખરા. આ મારું નહીં, તમારું જેકેટ છે!'

Tags :