Get The App

ફનટાઈમ .

Updated: Jun 13th, 2025

GS TEAM

Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image

એક અંકલે પપ્પુને પૂછ્યુંઃ પપ્પુ, તારી ઉંમર કેટલી છે? 

પપ્પુ કહેઃ ઘરમાં ૧૪ વર્ષ. સ્કૂલમાં ૧૨ વર્ષ. બસમાં ૧૦ વર્ષ. ટ્રેનમાં ૭ વર્ષ...અને ફેસબુક પર ૧૮ વર્ષ!

અમેરિકાથી પરીની કઝિન આવી હતી. એક વાર દહીં જોઈને કઝિને પૂછ્યું - પરી, વોટ ઇઝ ધિસ? 

પરી કહે - દહીં.

કઝિન કહે - વોટ ઇઝ દહીં?

પરી કહે - મિલ્ક સ્લીપ એટ નાઇટ, ઇન મોર્નિંગ ઇટ બિકમ્સ ટાઇટ!

નાનકડા રોમીને એની મમ્મી ફોટા પડાવવા સ્ટુડિયોમાં લઈ ગઈ. રોમી સતત હલ-હલ કરતો હતો. આથી ફોટોગ્રાફરે એને કહ્યું - બેટા, આ કેમેરા સામે જો. છેને, તું એની સામે એકધારો જોતો રહીશને તો એમાંથી ચકલી નીકળશે!

રોમી કહે - મને બેવકૂફ સમજો છો? બરાબર ફોકસ એડજસ્ટ કરો અને સરસ ફોટો પાડો. મારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરવો છે!