Get The App

ફનટાઈમ .

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image

રોહન અને સોહન જોડિયા ભાઈઓ હતા. એકવાર ટીચરે એમને પૂછ્યું : અલ્યાવ, આન્સર પેપરમાં તમે પપ્પાનું નામ અલગઅલગ કેમ લખ્યું છે?

રોહન-સોહને એકબીજા સામે જોયું અને પછી કહ્યું : અમે એકબીજામાંથી કોપી કરીએ છીએ એવું તમે ન કહોને એટલે!

દર્દી : ડોક્ટર, ધ્યાનથી સર્જરી કરજો, પ્લીઝ. 

ડોક્ટર : કેમ આમ કહેવું પડયું?

દર્દી : કેમ કે સર્જન અને વિસર્જન વચ્ચે બહુ ફર્ક નથી. 

ડોક્ટર : એટલે?

દર્દી : જો તમે બરાબર સર્જરી કરો તો તમે 'સર્જન' અને જો તમારો હાથ હલી ગયો તો મારું થઈ જશે 'વિસર્જન'!

ટીચર: જુઓ, કાલે પિકનિકમાં આપણે ઝરણામાં ખૂબ નહાઈશું. બધાએ એક સમયનો નાસ્તો લાવવાનો છે. હા, પ્લાસ્ટિકની કોથળીઓ કોઈએ લાવવાની નથી. પ્લાસ્ટિક અલાઉડ નથી. 

પપ્પુ: ટીચર, તમે ખાલી એટલું કહી દો કે તો પછી ભીની ચડ્ડીને શામાં ભરીને પાછી લાવવાની?