Get The App

ફન ટાઈમ .

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
ફન ટાઈમ                                                 . 1 - image


મમ્મી ઓફિસેથી ઘરે આવી. એણે બૂમ પાડી, 'પપ્પુ... જરા આવ તો!'

પપ્પુ અંદરથી આવ્યો. કહે, 'હા, મમ્મી.'

મમ્મી કહે, 'મેં તને ફોન કરીને કહ્યું હતું કે ફ્રિજ બરાબર સાફ કરી નાખજે. કરી નાખ્યું તેં?'

'હા, મમ્મી...' પપ્પુ કહે, 'એકદમ સાફ કરી નાખ્યું. આહા... કાજુ કતરી તો એટલી જોરદાર ટેસ્ટી હતી કે ન પૂછો વાત!'

પપ્પા: 'રોમી... તને કેટલી વાર ના પાડી છે કે વાતવાતમાં સોગંદ ન ખાવા.' 

રોમી: 'ભલે, પપ્પા. હું સોગંદ ખાઈને કહું છું કે હવે પછી ક્યારેય હંુ સોગંદ નહીં ખાઉં, બસ?' 

ટીચર: 'જો ઇલેક્ટ્રિસિટીની શોધ ન થઈ હોત તો શું થાત?'

ટીની: 'તો રોજ મીણબત્તી કરીને ટીવી પર કાર્ટૂન જોવા પડત, બીજું શું!'

Tags :