Get The App

ફનટાઈમ .

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image

બુધિયાના ઘરના દરવાજા પર ટકોરા પડયા. બુધિયાએ દરવાજો ખોલ્યો.

બહાર વરસાદ પડતો હતો, વરસતા વરસાદમાં કુરિયરવાળો પાર્સલ આપવા આવ્યો હતો.

ટપાલીએ કહ્યું : 'લો, તમારું પાર્સલ લઈ લો.'

બુધિયાને એની દયા આવતા ભોળા ભાવે કહ્યું : 'અંકલ! આવા વરસાદમાં તમારે આવવાની શી જરૂર હતી? કુરિયરમાં મોકલી દેવી હતીને !'

***

એક દિવસ બુધિયો તેની મમ્મી સાથે ગાડીમાં મુસાફરી કરી રહ્યો હતો. એ વારંવાર મુતરડીમાં જતો પણ કાચમાં પોતાનો ચહેરો જોઈને માની લેતો કે અંદર કોઈ છોકરો છે, આથી એ પાછો ફરી જતો.

એવામાં સ્ટેશન આવ્યું, ગાડી ઊભી રહી ત્યારે બુધિયો ગાર્ડ પાસે ગયો અને ફરિયાદ કરતાં કહ્યું : 'સાહેબ! મુતરડીમાં એક છોકરો ઘુસી ગયો છે, ક્યારનો બહાર જ નીકળતો નથી. કદાચ વગર ટિકિટે મુસાફરી કરી રહ્યો લાગે છે.'

ગાર્ડ છોકરા સાથે એના ડબ્બામાં ગયો. મુતરડીનું બારણું ખોલીને જોયું તો અંદર અરીસામાં એનો પોતાનો ચહેરો દેખાયો. તેણે બુધિયાને કહ્યું : 'સોરી, અંદર સ્ટાફનો માણસ છે, હું કંઈ ન કરી શકું !'