Get The App

ફનટાઈમ .

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image

ખુશ કેમ રહેવાય એ તો કોઈ પ્રેશર કૂકર પાસેથી શીખે. જુઓને, નીચે આગ સળગતી હોવા છતાં ઉપરથી કેવું ટેસથી સિસોટી વગાડયા કરે છે!

***

આજકાલનાં બાળકો ફ્રેશ થવા માટે વોટર પાર્ક જાય છે, મોટા મોટા મોલના ગેમ ઝોનમાં જવાની જીદ કરે છે.

એક જમાનો હતો,

જ્યારે બાળકો મમ્મી-પપ્પાના હાથનો એક લાફો ખાઈને ફ્રેશ થઈ જતાં હતાં!

***

પહેલાંના જમાનામાં

કોઈ એકલો એકલો

હસતો હોય તો

લોકો કહેતા કે આને

ભૂત-પ્રેત વળગ્યું લાગે છે.

આજે કોઈ એકલો એકલો

હસતો હોય તો એને કહેવામાં આવે છેઃ એ, મને ફોરવર્ડ કરને!