ફનટાઈમ .
ટીચરઃ ઇરાદો બુલંદ હોય તો પથ્થરમાંથી પણ પાણી કાઢી શકાય છે.
પપ્પુ: ટીચર, હું તો લોખંડમાંથી પાણી કાઢી શકું છું.
ટીચરઃ એમ? વાહ! કેવી રીતે?
પપ્પુઃ હેન્ડ પમ્પથી!
એક માણસને છ આંગળીઓ હતા અને લોકો એને ઘનશ્યામ કહીને બોલાવતા હતા.
આનું શું કારણ?
કારણ કે એનું નામ ઘનશ્યામ હતું. વધારે મગજ કસવાની જરુર નથી!
નિમ્મી કુરતી સીવડાવવા માટે ટેલર પાસે ગઈ. કહે, 'ભાઈ, બાંય નેટવાળી બનાવજો.'
ટેલર કહે, 'થ્રીજી કે ફોરજી?'