પપ્પા : જો બેટા, જુગાર ક્યારેય નહીં રમવાનું. આ એવી આદત છે કે એમાં તું આજે જીતીશ તો કાલે હારીશ... પરમ દિવસે જીતીશ તો એના પછીના દિવસે પાછો હારીશ.
દીકરો : સમજી ગયો, પપ્પા. હવે હું જુગાર વચ્ચે એક-એક દિવસ છોડીને એકાંતરે રમીશ એટલે ક્યારેય હારીશ જ નહીં!
એક વાર એક છોકરો સાઇકલ ચલાવતાં ચલાવતાં બોલી રહ્યો હતો: 'જુઓ પપ્પા, હું આંખ બંધ રાખીને સાઈકલ ચલાવી રહ્યો છું.. મારી આંખો નથી!'
પછી એણે બન્ને હાથે હેન્ડલ પરથી લઈ લીધા. એ કહે: 'જુઓ પપ્પા... મારા હાથ નથી!'
પછી એણે પોતાના બન્ને પગ પેડલ પરથી અધ્ધર કરી લીધા. એ કહે: 'જુઓ પપ્પા... મારા પગ નથી!'
એવામાં સાયકલ એક દીવાલ સાથે અથડાઈ. છોકરો ધડામ કરતો નીચે પડયો. પછી એ કહે: 'જુઓ પપ્પા... હવે મારા દાંત પણ નથી!'


