પપ્પા - પપ્પુ, તું બેડ પર
બેસીને કેમ ગણિતનું
હોમવર્ક કેમ કરી રહ્યો છે?
પપ્પુ - પપ્પા, તમે જ કહ્યું હતું
ને કે ટેબલની મદદ વગર
દાખલો સોલ્વ કરજે!
બસના કંડક્ટરે રોહનને કહ્યું, 'ભાઈ, તારો મોબાઈલ તને જીવનમાં બહુ આગળ લઈ જશે.'
રોહન કહે, 'કેમ?'
કંડકટર કહે, 'તેં ટિકિટ તો વડોદરાની લીધી છે, પણ બસ સુરતને વટાવી ગઈ છે...'
ટીચર ક્લાસમાં ભણાવી રહ્યા હતા કે દિલ્હીમાં કુતુબ મિનાર છે.
ભૂરો ક્લાસમાં ઉંઘી રહ્યો હતો. ટીચર તેને ઉઠાવ્યો અને પૂછયું, 'બોલ, તો મેં હમણા શું કહ્યંુ?'
ભૂરો આંખો ચોળતાં ચોળતાં કહે, 'સર, તમે એવું બોલ્યા કે દિલ્હીમાં કૂતરું બીમાર છે....'


