Get The App

ફનટાઈમ .

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image

પપ્પુ : ડેડી, જે રીતે તમે મને ફટકારો છો તે રીતે શું 

તમારા પપ્પા પણ તમને ફટકારતા હતા? 

ડેડી : હા, દીકરા. હું નાનો હતો ત્યારે દાદાજી પણ મને 

ફટકારતા હતા.  

પપ્પુ : તો ડેડી, આ ખાનદાની ગુંડાગીરી ક્યારે પૂરી થવાની છે?

રોમી : મમ્મી, શું તું પહેલાં સરકસમાં કામ કરતી હતી? 

મમ્મી: ના. કેમ? 

રોમી : તો પછી બધા એવંુ કેમ કહે છે તું પપ્પાને તારી આંગળીઓ પર નચાવે છે? 

સાન્ટા: એક વાત કહું?

બન્ટા: બોલ. 

સાન્ટા: ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ નવું વર્ષ આવ્યું છે ત્યારે એ એક વર્ષ કરતાં વધારે નથી ટકી શક્યું!