એક નાના છોકરો ખોવાઈ ગયો.એના પપ્પાએ પંદર-વીસ વોટ્સએપ ગુ્રપમાં એનો ફોટોગ્રાફ અને સરનામું શેર કરીને લખ્યું કે પ્લીઝ, તમને આ છોકરો ક્યાંય પણ દેખાય તો આ સરનામે પહોંચાડી દેજો.
બીજા જ દિવસે છોકરાનો પત્તો લાગી ગયો ને કોઈ એને ઘરે મૂકી ગયું. આ વાતને
એક વર્ષ વીતી ગયું છે.
પેલો વોટ્સએપ આજે પણ ફોરવર્ડ થયા જ કરે છે
અને છોકરો જ્યાં પણ દેખાય, લોકો એને પકડીને ઘરે
મૂકી આવે છે!
ટીચર : પપ્પુ, મેં કાલે કહ્યું હતું કે કૂતરા પર નિબંધ લખી આવો.
તેં કેમ નિબંધ લખ્યો નથી?
પપ્પુ: શું કરું, ટીચર?
હું જેવો કૂતરાની પીઠ પર પેનથી લખવાનું શરુ કરું છું કે
એ તરત ભાગી જાય છે.
ઊભો જ નથી રહેતો!
દુકાનદાર (નાનકડી બેબલીને): દુકાનમાં જેટલાં ચપ્પલ અને સેન્ડલ છે એ બધાં તને બતાવી દીધાં.
તને કશું ગમતું જ નથી.
બેબી: પેલા ડબ્બામાં શું પડયું છે? દુકાનદાર : બેબી, દયા કર...
એ મારું ટિફિન છે!


