Get The App

ફનટાઈમ .

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image


ટીચર: બોલ ચિંટુ, સલીમ કોણ હતો? 

ચિંટુ: સર, 'મોગલ-એ-આઝમ' ફિલ્મમાં દિલીપકુમાર સલીમ હતા, અને 'અનારકલી'માં પ્રદીપકુમાર સલીમ હતા.  

મોનુ: સર, ક્વેશ્ચન પેપરમાં આ શું લખ્યું છે? 

સર: 'ગાંધીજીના જીવન પર પ્રકાશ પાડો.'

મોનુ: સર, ટોર્ચ મારા મોબાઇલમાં છે અને મોબાઇલ તો તમે ક્લાસમાં અલાઉડ કરતા નથી, તો પછી હું પ્રકાશ કેવી રીતે પાડું? લાવો, પહેલાં મારો મોબાઇલ લાવો, પછી હું પ્રકાશ પાડીશ!

શિક્ષક: ગોલુ, બોલ તો, ધરતી અને ચંદ્ર વચ્ચે શો સંબંધ છે? 

ગોલુ: સર, ઘરતીને આપણે માતા કહીએ છીએ અને ચંદ્રને મામા કહીએ છીએ. તો ધરતી અને ચંદ્ર એકબીજાનાં ભાઇ-બહેન થયાંને!  

Tags :