બંટી: મમ્મી, થોડી વારમાં
મારા ફ્રેન્ડ્ઝ ઘરે આવશે.
પ્લીઝ, મારાંબધાં રમકડાં સંતાડી દે.
મમ્મી: કેમ? તારા ફ્રન્ડ્ઝમાંથી કોઈને ચોરી કરવાની કુટેવ છે? બંટી: કોઈને નહીં, મમ્મી!
આ મારા અડધોઅડધ રમકડાં હું ફ્રેન્ડ્ઝની ઘરેથી
જ તો ઉપાડી લાવ્યો છું!
એક અંકલે નાના છોકરાને પૂછ્યું, 'બબલુ, તારા પપ્પાનું નામ શું છે?'
બબલુ કહે, 'મેં એમનું નામ પાડયું જ નથી. હું એમને વહાલથી પપ્પા કહીને જ બોલાવું છું!'
કંજૂસ પિતા (પુત્રને) : બેટા, હું ઈચ્છું છું કે મોટો થઈને તું વકીલ જ બને.
પુત્ર : કેમ?
પિતા : એટલા માટે કે મારો કાળો કોટ તું પહેરી શકે ને એ નકામો ન જાય!


