ફનટાઈમ .
પપ્પુ એક વાર એકદમ નાટકીય થઈને જાણે ડાયલોગ મારતો હોય તેમ પોતાની મમ્મીને કહે, 'માં... મેરી માં... તૂ દેખના... એક દિન મેં બહોત બડા આદમી બનુંગા ઔર તેરા દામન ખુશીયોં સે ભર દૂંગા...'
મમ્મી પપ્પુનો કાન આમળીને કહે, 'પહેલાં ફ્રિજમાં ખાલી પડેલી બધી બોટલો ભરી નાખ, નાલાયક!'
એક વાર સાન્તાના ઘરમાં ચોર ઘૂસી ગયો. સાન્તાનું ધ્યાન ગયું. ચોરે ઘરેણાંનું પોટલું લઈને દોટ મૂકી. સાન્તા ચોરની પાછળ ભાગ્યો. ક્યાંય સુધી ચોર આગળ આગળ, સાન્તા પાછળ પાછળ. ચોર થોડો થાક્યો એટલે સાન્તા એની આગળ નીકળી ગયો અને ભાગતો ભાગતો બોલ્યો, 'એક તો ચોરી કરે છે અને રેસમાં ય મને હરાવી દેવા માગે છે, એમ?'
રોમી : મમ્મી, મારે જીવનમાં ખૂબ આગળ વધવું છે. હું શું કરું?
મમ્મી : એક મોટો હથોડો લે અને તારા મોબાઇલ પર માર!