મેઘધનુષના આકાર અને રંગોનું વિજ્ઞાાન
વ રસાદ પછી સ્વચ્છ આકાશમાં મેઘધનુષ જોવાની મજા પડે. જાંબલી, નીલો, વાદળી, પીળો, નારંગી અને લાલ એમ સાત રંગના પટ્ટાનું બનેલું મેઘધનુષ મનોરમ્ય હોય છે. આકાશમાં આ કુદરતી રંગ પટ્ટ કેવી રીતે બને છે તે જાણો છો?
વરસાદ એટકે પછી વાતાવરણમાં પાણીના સુક્ષ્મ ફોરાં હોય છે. સૂર્યપ્રકાશ પારદર્શક પ્રિઝમ કે ઘનાકારમાંથી પસાર થાય ત્યારે વંકાય છે. જુદા જુદા રંગના કિરણોનું વંકાવાનું પ્રમાણ જુદું જુદું હોવાથી સફેદ પ્રકાશ સાત રંગમાં વહેંચાઈને રંગપટ્ટ દેખાય છે. પાણીના ફોરાં પારદર્શક હોય છે. તેમાંથી પસાર થયેલા સૂર્યકિરણો સીધી લીટીમાં જ ગતિ કરે છે. આપણે ગોળાકાર પૃથ્વી ઉપરથી ક્ષિતિજમાં જોઈએ ત્યારે વર્તુળાકાર વ્યાપ દેખાય છે. મેઘધનુષ ખરેખર તો સંપૂર્ણ વર્તુળ હોય છે પરંતુ આપણને ક્ષિતિજમાં તે તેનો અર્ધો ભાગ જ નજરે પડે છે. આકાશમાં ઊંચાઈએ ઉડતા વિમાનમાંથી સંપૂર્ણ વર્તુળાકાર મેઘધનુષ જોવા મળે છે. પાણીના ભરેલા ગ્લાસમાંથી ટોર્ચ દ્વારા સફેદ પ્રકાશ પસાર કરીને સામેની દીવાલ ઉપર મેઘધનુષ જેવા રંગીન પટ્ટા ઘરમાં પણ જોઈ શકો છો.