આપણે પીધેલાં પાણીનું શરીરમાં શું થાય છે?
આ પણે ભોજન દિવસમાં ત્રણ કે ચાર વાર લઈએ છીએ. પણ પાણી અનેક વખત પીવું પડે છે. તમને એમ લાગતુ હશે કે ભોજન કરતા પણ વધારે પ્રમાણમાં લેવાતા પાણીનું શરીરમાં શું થતું હશે ? શરીરમાં શક્તિ માટે ખોરાકની જરૂર છે, પરંતુ ખોરાકના પોષક દ્રવ્યોને આખા શરીરમાં પહોચાડવાં માટે પાણી જરૂરી છે. એટલે આપણા શરીરને પાણીની વધુ જરૂર રહે છે. પેટમાં ગયેલુ પાણી ખોરાક સાથે ભળી પાચનક્રિયાને પ્રોત્સાહન આપે છે અને પચેલા ખોરાકને આગળ ધકેલે છે. કેટલુંક પાણી લોહીમાં ભળે છે. અને અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. પરસેવો તેમ જ પેશાબ વાટે અશુદ્ધિના રૂપમાં પાણી જ બહાર નીકળતું હોય છે.