આપણે જુદા જુદા શબ્દો કઈ રીતે બોલીએ છીએ ?
આ પણો અવાજ ગળામાં રહેલી સ્વરપેટીમાં ઉત્પન્ન થાય છે. સ્વરપેટીમાં ઝીણા તાંતણા સમાંતર ગોઠવાયેલા હોય છે. તેમાંથી હવા પસાર થાય ત્યારે તે ઝણઝણે છે અને અવાજ પેદા કરે છે. આ અવાજને જુદા જુદા સ્વરૂપોનું રૂપ આપવામાં જીભ, દાંત અને તાળવું ઉપયોગી થાય છે. આપણી માતૃભાષા ગુજરાતી એટલે આપણે શબ્દો બોલવા માટે કક્કો અને બારાખડીનો ઉપયોગ કરીએ છીએ. કક્કાનો દરેક અક્ષર બોલવામાં જીભ મદદરૂપ થાય છે ક, ખ, ગ જેવા મૂળાક્ષરો મોં ખુલ્લુ રાખીને ગળામાંથી બોલાય છે જ્યારે ચ, છ જેવા અક્ષરો બોલતી વખતે જીભ, દાંત, તાળવાની વચ્ચે સ્પર્શ કરે છે. આ સ્થળને મૂર્ધન્ય કહેછે. પ, ફ, બ જેવા મૂળાક્ષરો હોઠ બંધ રાખીને બોલાય છે અને ત, ધ, દ જેવા શબ્દો બોલતી વખતે જીભ દાંતને સ્પર્શે છે. ભાષા, સમજવા, બોલવા અને શીખવા માટે મગજમાં ખાસ કેન્દ્ર હોય છે શબ્દો બોલવાની રીત મોંની રચના સાથે સંબંધ ધરાવે છે.