હરિયાળું સપનું .
- કિરણબેન પુરોહિત
ભોલુ એક નાનકડા ગામમાં રહેતો. ભોલુ ખૂબ જ સમજદાર અને કુદરતપ્રેમી છોકરો હતો. તે દરરોજ વાદળો, પંખીઓ અને વૃક્ષો જોઈને ખુશ થઈ જતો.
ભોલુ નાનપથી જ ફૂલઝાડ ખૂબ જ ગમતા કેમકે તે લોકને સુંદર ખેતર હતું. આ ખેતરમાં નાળિયેરી, જમરૂખ, ચીકુ, કેરી અને જામુન જેવા વિવિધ ફલોના ઝાડ હતા. ખેતરમાં તેનાં સીંગ, બજરો ઘઉં પણ ઉગાડતાં. તેનાં દાદા અને પપ્પાની મહેનતને લીધે તેમનું ખેતર ખૂબ જ હરિયાળું લાગ્યું હતું.
એકવાર તેની સ્કૂલે 'વૃક્ષારોપણ સપ્તાહ'ની જાહેરાત કરી. શિક્ષકે કહ્યું, 'બાળકો, આપણે દરેકે એક છોડ વાવવા છે અને તેનું ધ્યાન રાખવું છે. જે છોડ સૌથી સુંદર અને સ્વસ્થ રહેશે, તેને ઇનામ મળશે!'
ભોલુ ખૂબ ઉત્સાહિત થયો. એ પોતાના દાદાની સાથે બજારમાં ગયો અને એક નાનો લીમડાનો છોડ લાવ્યો. દાદાએ કહ્યુ, 'ભોલુ લીમડો માત્ર છાંયો જ આપતું નથી, પણ ઔષધિય ગુણોથી ભરેલું હોય છે.'
ભોલુએ નીમનો છોડ પોતાના ઘરના આંગણમાં વાવ્યો. દરરોજ સવારે તે તેને પાણી આપતો, ગિટ્ટો કાપતો અને પ્રેમથી વાતો કરતો:
'મારા નાનકડા ઝાડ, તું મોટું થે, બધાને છાંયો આપ.'
સમય પસાર થયો અને ભોલુનો નાનકડો નીમ હવે એક મજબૂત છોડ બની ગયો. સ્કૂલના બમિત્રો પણ ભોલુનું ઝાડ જોવા આવતાં.
એક દિવસ ભોલુએ નક્કી કર્યું કે હવે એ પોતાના બધાં મિત્રો સાથે મળીને ગામની ખાલી જગ્યા પર વધુ ઝાડ વાવે છે. ટિંકુ, મોન્ટુ, પિન્ટુ, સોનુ અને પાયલ - બધાએ મળીને ૧૦ છોડ વાવ્યાં!
શિક્ષકે આખરે વાષક મેળામાં જાહેરાત કરીથ
'આ વર્ષનું પર્યાવરણ મૈત્રી ઇનામ ભોલુ અને તેના મિત્રોને મળે છે, જેમણે ગામને હરિયાળું બનાવવાનો સંકલ્પ લીધો છે!'
ભોલુ અને તેના મિત્રો હવે દર રવિવારે મળી એક-એક વૃક્ષનું રક્ષણ કરતા. તેઓ બધાંએ મળીને એક ગુ્રપ બનાવ્યુ. ભોલુએ ગુ્રપમાં દરેકને એક એક જવાબદારી સોંપી દીધી.
ભોલુ ઝાડોને પાણી આપતો.ટિંકુ સૂકી પાંદડીઓ સાફ કરતો. પિન્ટુ વાવેલા છોડની આસપાસનો કચરો દૂર કરતો.
લાલુ બધા ઝાડોને નામ આપ્યા.
પાયલ એક નાનકડું ગીત બનાવતી જે બધાં સાથે ગાતાથ
'ઝાડ લગાવો, જીવન બચાવો,
છાંયો મળશે, શ્વાસ પણ ચાલશે,
ઝૂમી ઉઠશે લીલીછમ ડાળીઓ,
બનશે હરિયાળું જીવન અમારું.'
આ ગીત બાળકો સ્કૂલમાં પણ ગાતા, જેના કારણે સ્કૂલમાં પણ બધાએ વૃક્ષારોપણ કર્યું. દરેક વર્ગે પોતાનું એક વૃક્ષ અપનાવ્યું.
એક વર્ષ પછી આખું ગામ બદલાઈ ગયું - રસ્તાની બાજુમાં લાઇનોમાં ઝાડ, શાળાની આજુબાજુ ફૂલો અને વૃક્ષો વાવવામાં આવ્યા ગામના લોકો તાજી હવા લઈ શકતા!
ગામના સરપંચે ભોલુ અને તેના મિત્રોનું સન્માન કર્યું અને કહ્યું,
'આ બાળકોએ વૃક્ષારોપણનું ખૂબ સુંદર કાર્ય કર્યું છે અને આખા ગામને હરિયાળું બનાવી દીધું છે. એટલે આજથી આપણા બધાની જવાબદારી છે કે બાળકોના આ કાર્યમાં આપણે પણ તેમને સાથ સહકાર આપીએ.'
બાળમિત્રો આ વાર્તા ઉપરથી શીખવા મળે છે કે એક બાળક પણ વૃક્ષ ઉગાડીને ધરતી માતાને ખુશ કરી શકે છે. આવો, ભોલુ જેમ આપણે પણ વૃક્ષારોપણ કરીએ!