Get The App

ભારતનો વિશિષ્ટ મગરમચ્છ ઘરિયલ

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
ભારતનો વિશિષ્ટ મગરમચ્છ ઘરિયલ 1 - image

મગરમચ્છ પાણી અને જમીન પર વસનારું કદાવર હિંસક પ્રાણી છે. વિશ્વભરના જળાશયો અને નદીમાં મગરમચ્છ જોવા મળે છે. મગરની ત્રણ મુખ્ય જાત છે. ક્રોકોડાઇલ, એલિગેટર અને ઘરિયાલ, આ ત્રણે જાતો એકબીજાથી અલગ આકાર અને જીવનશૈલી ધરાવે છે ભારતમાં જોવા મળતા ઘરિયલ મગર જેવાં જ પ્રાણી છે પરંતુ તે મગરની જાત નથી. તેને ઘરિયાલ જ કહે છે.

ગંગા નદીમાં જોવા મળતા ઘરિયલ તેના સાંકડા અને લાંબા મો માટે જાણીતા છે. તેના નાક ઉપરની નાનકડી ગોળી હોવાથી તેનું નામ ઘરિયાલ પડયું છે. ઘરિયલ નદીના મીઠા પાણીમાં રહે છે અને માછલીનો શિકાર કરે છે. ૨૦ ફૂટ લાંબા અને ૫૦૦થી ૬૦૦કિલો વજનના કદાવર પાણી છે. રંગે-રૂપે સામાન્ય મગર જેવા હોય છે તેની પીઠ ઉપરની ચામડી ખરબચડી અને સખત હોય છે. ઘરિયલ અન્ય મગરની જેમ શરીર ઊંચકીને ચાલી શકતા નથી પણ પેટ ઘસડીને ચાલે છે. મોટે ભાગે તે પાણીમાં જ રહે છે. તેના લાંબા મોની ટોચની સપાટીની બહાર રાખે છે. તેના લાંબા મોં અને તીક્ષ્ણ દાંતની હારમાળા તેની વિશિષ્ટતા છે.