Get The App

મીઠા પાણીનું સૌથી મોટું સરોવર : લોકટાક તળાવ

Updated: Dec 9th, 2022

GS TEAM

Google News
Google News
મીઠા પાણીનું સૌથી મોટું સરોવર : લોકટાક તળાવ 1 - image

મીઠા પાણીનું સૌથી મોટું સરોવર : લોકટાક તળાવ

ભારતના મણીપુરના મોઈરંગ નજીક આવેલું મીઠા પાણીનું લોકટાક તળાવ સૌથી મોટું તો છે જ પણ ભારતનું એકમાત્ર તરતું અભયારણ્ય છે. આ તળાવમાં અનેક પ્રકારની વિશિષ્ટ વનસ્પતિ તરતી જોવા મળે છે. લોકટાક તળાવ ૩૫ કિલોમીટર લાંબુ અને ૧૩ કિમી પહોળું છે અને ૯ ફૂટ ઊંડુ છે. તળાવ વચ્ચે નાનકડા ટાપુઓ છે. મણીપુરના નદીના પાણીના સ્રોતમાંથી આ તળાવ મીઠા પાણીનું બન્યું છે.

પ્રાચીન કાળથી જાણીતા આ તળાવના વૈજ્ઞાાનિક સંશોધનો થયા છે. તળાવમાં માત્ર પાણી પીને ઉછરતી પાણીમાં તરતી ૨૩૩ જાતની વનસ્પતિ જોવા મળે છે. તળાવના વિસ્તારમાં ૨૮ જાતનાં યાયાવરી પક્ષીઓ અને ૫૭ જાતનાં જળચર પ્રાણીઓ જોવા મળે છે. જાતજાતના હરણ ઉપરાંત ૪૨૫ જાતના પ્રાણીઓ અને ૧૭૬ જાતના જળચરો જોવા મળે છે. કબૂલ લાપથે નેશનલ પાર્કમાં હુલોક ગીબ્બત નામના વિશિષ્ટ વાનર જાણીતા છે. તળાવ વચ્ચે ટાપુઓ ઉપર સહેલાણી સ્થળ વિકસ્યાં છે. મણીપુર આવતા પ્રવાસીઓ આ સરોવરની સહેલગાહે અચૂક આવે છે.

ઇલેક્ટ્રોનિક કપડાંની અદ્ભૂત દુનિયા

મીઠા પાણીનું સૌથી મોટું સરોવર : લોકટાક તળાવ 2 - imageફેશનેબલ કપડાં બહુ જોવા મળે પણ હવે વિજ્ઞાાનીઓ એવાં કપડાં બનાવી રહ્યા છે કે તેમાંથી બનેલ ટી-શર્ટ તમારા શરીરના તાપમાન પર નજર રાખે, હૃદયના ધબકારા પર પણ નજર રાખે અને મુશ્કેલીના સમયમાં ચેતવણી આપે. એટલું જ નહીં આ બધી માહિતી દૂર બેઠેલા ડોક્ટરને પણ મોકલી આપે.

ક્રિકેટ, ફૂટબોલ જેવી મેદાની રમતો અને દોડ જેવી સ્પર્ધામાં ખેલાડીઓને કોઈ શારીરિક સમસ્યા સર્જાય તો ઉપયોગી થાય તેવાં કપડાં ઇલેક્ટ્રોનિક સમન્વય કરીને બને છે. ખાસ તો યુદ્ધ મોરચે લડી રહેલા સૈનિકો માટે આવા કપડાં શોધાયા હતા, આ ઇલેક્ટ્રોનિક કાપડ કઈ રીતે બને તે પણ જાણવા જેવું છે.

કાપડ સુતરના દોરાનું બનેલું છે. કાપડના કેટલાક ભાગમાં નરમ અને પાતળા વાયરો વણીને ઇલેકટ્રોનિક સર્કીટ બનાવી શકાય છે. કપડા પર બટન જેવડાં સેન્સર હોય અને નાનકડી ચીપવાળા કમ્પ્યુટર પણ હોય.

ઇલેકટ્રોનિક સેન્સર ગજબની ચીજ છે. તેના પર ગરમી, ઠંડી, પ્રકાશ, રંગીન કિરણો, ભેજ વગેરેની અસર થય જરૂર પ્રમાણેની અસરીને સેન્સર ગ્રહણ કરે અને તેને વીજપ્રવાહમાં ફેરવી અન્ય ઘડિયાળના ચંદા જેવો મોનિટર કે કમ્પ્યુટરને મોકલે ત્યાં બધી અસરોના પરિણામ જોવા મળે.  આ અટપટી પ્રક્રિયા ઝડપથી થાય છે. પરિણામે સ્ક્રીન ઉપર દેખાય એટલું જ નહીં ચેતવણીની ઘંટડી પણ વાગે.

શર્ટ કે જાકીટની બાંય, કોલર, ખિસ્સા વિગેરે જગ્યાએ સર્કિટો ગોઠવેલી હોય છે. કપડાં પહેરનાર વ્યક્તિ પણ તેનું બટન દ્વારા સંચાલન કરી શકે.

વિશ્વની સૌથી જૂની દીવાદાંડી  બેલરોક લાઈટ હાઉસ

મીઠા પાણીનું સૌથી મોટું સરોવર : લોકટાક તળાવ 3 - imageસમુદ્રમાં કિનારા નજીક આવતાં જહાજોને દિશા સૂચન કરવા માટે કિનારા પર ઊંચા ટાવર પર ફ્લેશ લાઈટ હોય છે. આ ટાવરને લાઈટહાઉસ કે દીવાદાંડી કહે છે. આધુનિક દીવાદાંડીમાં વીજળીથી ચાલતી શક્તિશાળી ફ્લડલાઈટ હોય છે જે સતત ફરતી રહે છે અને જહાજને સિગ્નલ આપે છે.

વિશ્વભરના બંદરો પર વિવિધ પ્રકારની લાઈટહાઉસ હોય છે. લાઈટ હાઉસ જુદી જ જાતનું અનોખું સ્થાપત્ય છે. ટાવર ક્લોકની જેમ લાઈટહાઉસ પણ જાણીતા બન્યા છે. વીજળી નહોતી ત્યારે દીવાદાંડીમાં મશાલ કે તેલના દીવા કરીને સિગ્નલ અપાતા. પ્રાચીન દીવાદાંડી જોવા જેવી અને અજાયબીભરી હોય છે.

સ્કોટલેન્ડના દરિયાકિનારે આવેલી બેલરોક લાઈટ હાઉસ વિશ્વની સૌથી જૂની છે. ૩૫ મીટર ઊંચી દીવાદાંડી ઈ.સ. ૧૮૦૭માં બાંધવામાં આવેલી અને આજે પણ ચાલુ છે. તેના જમાનામાં તે વિશ્વની સૌથી ઊંચી દીવાદાંડી હતી. બાંધકામ ક્ષેત્રમાં અજાયબી ગણાતી આ દીવાદાંડીને ૧૯૮૮માં આધુનિક સાધનોથી સજ્જ કરાઈ હતી. આ દીવાદાંડીની લાઈટ ૫૬ કિલોમીટર દૂરથી પણ દેખાય છે. વિશ્વની સાત અજાયબીયોમાં તેની ગણના થાય છે. બેલરોક ખડક અપશુકનિયાળ ગણાતો તેની આસપાસ અનેક જહાજો ગુમ થવાની વાતો પ્રચલિત હતી. સ્ટીવન્સની નામના ભાઈઓએ આ દીવાદાંડી બાંધવાનું બીડુ ઝડપેલું. બાંધકામ દરમિયાન તેની સાથે સંકળાયેલા મુખ્ય એન્જિનિયરના મોત થઈ ગયા હતા. દીવાદાંડી ગ્રેનાઈટના ૨૫૦૦ મોટા પથ્થરો વડે બનેલી છે. બધા જ પથ્થરો એક જ ઘોડા વડે સ્થળ ઉપર લાવવામાં આવેલા. આ બધા પડકારોને કારણે આ દીવાદાંડી અજાયબી ગણાતી. ૧૯૫૫માં આ દીવાદાંડીની ટોચ સાથે હેલિકોપ્ટર અથડાતાં તે તૂટી પડયું હતું. અને દીવાદાંડીને નુકસાન થયેલું. અંગ્રેજી સાહિત્યની બાળવાર્તાઓમાં આ દીવાદાંડી સાથે સંકળાયેલી ઘણી વાર્તાઓ અને કવિતાઓ જોવા મળે છે.  'લાઈટ હાઉસ' નામની નવલકથા પણ પ્રસિદ્ધ થયેલી તેમાં તેના બાંધકામની ઘટનાઓ વર્ણવેલી છે.

હિમાલયના આક્રમક પહાડી ઘેટાં : આર્ગેલી

મીઠા પાણીનું સૌથી મોટું સરોવર : લોકટાક તળાવ 4 - imageઘેટાબકરા આખા વિશ્વમાં જોવા મળતો સામાન્ય પાલતુ પ્રાણી છે. પરંતુ વિવિધ પ્રદેશમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના ઘેટા બકરા જોવા મળે. હિમાલયના પહાડી પ્રદેશમાં સૌથી કદાવર ઘેટા જોવા મળે. સાત ફૂટ લાંબા અને ચાર ફૂટ ઊંચા આ ઘેટા હિમાલયમાં ૧૯૦૦૦ ફૂટની ઊંચાઈએ વસે છે. તેના ૨૦ ઇંચ લાંબા ગોળાકાર શિંગડા તેની વિશેષતા છે. હિમાલય, તિબેટ, નેપાળ, કઝાકિસ્તાનના પર્વતીય વિસ્તારોમાં આ ઘેટા જોવા મળે છે તે આર્ગેલી, માઉન્ટશીપ, માર્કોપોલો જેવા વિવિધ નામે ઓળખાય છે.

લડાયક અને આક્રમક સ્વભાવના આ ઘેટા પરસ્પર લડે અને શિંગડા અથડાવે ત્યારે મોટો અવાજ થાય છે, આ ઘેટા પહાડી વનસ્પતિ ખાઈને જીવે છે. માદા આર્ગેલી બે કે વધુ બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાં પણ ત્રણ કિલો વજનના હોય છે બે વર્ષમાં તે પુખ્ત થઈ જાય છે. ચીન અને નેપાળમાં આ ઘેટાના શિંગડામાંથી દવાઓ બને છે. આ ઘેટાને પાળીને ઉછેર પણ કરી શકાય છે.

અમેરિકાની સૌથી મજબૂત વોલ્ટ : શાઇએન માઉન્ટેન

મીઠા પાણીનું સૌથી મોટું સરોવર : લોકટાક તળાવ 5 - imageઅમેરિકાની સેનાનું મિસાઈલ વોર્િંનગ સેન્ટર શાઈએન માઉન્ટેન કોમ્પ્લેકસમાં આવેલું સૌથી સલામત સ્થળ છે. કોલોરાડોમાં આવેલા આ બકર જેવા અન્ડરગ્રાઉન્ડ વોલ્ટમાં સેનાના ઘણાં વિભાગો અને સંશોધન કેન્દ્રો છે. વિશ્વનું સૌથી મજબૂત અને સલામત વોલ્ટ ૩૦ મેગાટન બ્લાસ્ટ સામે સુરક્ષિત છે. પર્વતની નીચે પેટાળમાં ૬૧૦ મીટરની ઊંડાઈએ પાંચ એકર વિસ્તારમાં તે આવેલું છે. વિસ્ફોટ અને ભૂકંપ સામે સુરક્ષિત છે. તેમાં આવેલા બિલ્ડિંગના પાયામાં સ્ટીલની વિરાટ સ્પ્રિંગ ફીટ કરેલી છે. ૧૫ બિલ્ડિંગમાં કુલ ૧૦૦૦ સ્પ્રિંગ છે. તેના ૨૫ ટન વજનના દરવાજા બ્લાસ્ટ સામે જ નહી પરંતુ બ્લાસ્ટના મોજાં, કેમિકલ, રેડિયોલોજિકલ કે બાયોલોજિકલ રેડિએશન સામે પણ સુરક્ષિત છે. વોલ્ટમાં આવેલી મશિનરીને ઠંડી રાખવા પાણીની જરૂર પડે છે તે નજીકના તળાવમાંથી લેવાય છે. વોલ્ટમાં ડિઝલની વિરાટ ટાંકીઓ, વિરાટ બેટરી અને પાવર જનરેટર છે. આ વોલ્ટમાં સૈન્ય માટે મહત્વના સંશોધનો થાય છે. તેમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને વિજ્ઞાાનીઓ હોય છે. તેમના માટે બહારથી પંપ દ્વારા શુધ્ધ હવા લેવામાં આવે છે. તેમાંથી કેમિકલ, ન્યુકિલયર અને બાયોલોજિકલ કચરો દૂર કરવા માટે ખાસ પ્રકારના ફિલ્ટર છે. વિશ્વની સૌથી શુધ્ધ હવા આ વિજ્ઞાાનીઓને શ્વાસમાં લેવા મળે છે. હાલમાં આ સંકુલ બંધ સ્થિતિમાં છે. પરંતુ ગમે ત્યારે ચાલુ કરી શકાય તે રીતે જાળવણી કરાય છે.

પક્ષીઓના રોમાંચક વિક્રમ

મીઠા પાણીનું સૌથી મોટું સરોવર : લોકટાક તળાવ 6 - image* સૌથી વજનદાર પક્ષી : શાહમૃગ વધુમાં વધુ વજન ૧૫૬ કિલોગ્રામ

* સૌથી બુદ્ધિશાળી : આફ્રિકન પોપટ ૮૦૦ જેટલા શબ્દો યાદ રાખી બોલી શકે.

* સૌથી વધુ પાંખનો ઘેરાવો : આલ્બાટ્રોસ પાંખનો ઘેરાવો ૩.૬૩ મીટર

* સૌથી નાનું પક્ષી : હર્મિંગ બર્ડ, ૨૦૪ ઈંચ લાંબુ અને ૧.૬ ગ્રામ વજન

* સૌથી ધીમું ઊડનારૂં પક્ષી : વૂડકોક કલાકના આઠ કિલોમીટર

* સૌથી વધુ સમય ઉડનારૂં પક્ષી: સુલી ટર્ન, ૩થી ૧૦ વર્ષ સુધી આકાશમાં જ રહે

* સૌથી તેજ શ્રવણશક્તિ : બાર્ન આઉલ (ઘૂવડ) ઉંદરનો સળવળાટ પણ સાંભળી શકે

* સૌથી મોટી ચાંચ : ટોકો ટૂકાન. આઠ ઈંચ લાંબી લાલ ચાંચ

* સૌથી શક્તિશાળી : હર્પી ઇગલ, વાનર અને બકરી જેવા પ્રાણીઓને ઊંચકીને ઉડી શકે.

* સૌથી લાંબી પૂંછડી : જાપાનના આનાગાદોરી કૂકડા, ૩૫ ફૂટ લાંબી પૂંછડી.

* સૌથી નાનું ઈંડું : વેરવિયન હર્િંમગબર્ડ, તેનું ઈંડુ ૧૦ મીમી લાંબુ અને ૦.૩૫૦ ગ્રામ વજનનું હોય છે.

એચ.ડી.ટીવી શું છે ?

મીઠા પાણીનું સૌથી મોટું સરોવર : લોકટાક તળાવ 7 - imageટીવીની સ્ક્રીન ઉપર નજીક જઈને જોશો તો તેનું આખું ચિત્ર સુક્ષ્મ ટપકાંનું બનેલું જોવા મળશે. આ ટપકાં આડી અને ઉભી રેખામાં તદ્દન નજીક નજીક હોય છે. એટલે દૂરથી સળંગ ચિત્ર દેખાય છે. આ ટપકાંને પિકસલ કહે છે.

આપણી આંખમાં પ્રકાશના કિરણો જોવા માટે ૧૩ કરોડ જેટલા કોશો હોય છે. આ કોશોને રોડ અને કોન કહેવાય છે. 

આપણી આખ તદ્દન નજીકથી ટપકાં જોઈ શકે છે. આંખની ક્ષમતા ૧૩૦ મેગા પિકસલની છે. સામાન્ય ટીવી એક ઇંચમાં ૭૦ % ઊભા અને ૫૦૦ આડા પિકસલની હરોળથી બનેલા હોય છે. એટલે તેને ૦.૩૩ મેગા પિકસલ કહે છે. એચ.ડી. ટીવી એટલે હાઈ ડેફીનેશન સ્ક્રીન. તેમાં ૧૯૨૦ આડા અને ૧૦૮૦ ઊભા પિકસલથી ચિત્ર બને છે. પરિણામે ટપકાં નજીક નજીક અને ઘટ્ટ હોય છે. આપણે એચડી ટીવીને નજીકથી જોઈએ તો પણ ટપકાં દેખાય નહીં. વળી ટીવીના સ્ક્રીનનું માપ પણ આપણી આંખના દ્રષ્ટિ વ્યાપને અનુકૂળ હોય છે. તદ્દન ચોરસ સ્ક્રીન કોઈને જોવા ગમે નહીં. એચ.ડી.ટીવીમાં વધુ મોટા સ્ક્રીન ઉપર સ્પષ્ટ ચિત્રો મેળવી શકાય છે. અને ચિત્રો ધ્રુજતા નથી સામાન્ય ટીવી કરતા એચ.ડી.સ્ક્રીનનું ઝડપથી સ્કેનિંગ થતું હોય છે. એટલે ચિત્રો સ્થિર લાગે છે.

વિશ્વના વિજ્ઞાનીઓ ઘાતક ચેપી રોગ સાર્સનો શોધક : કાર્લો ઉર્બાની

મીઠા પાણીનું સૌથી મોટું સરોવર : લોકટાક તળાવ 8 - imageવિશ્વમાં નવા ફેલાયેલ કેટલાક રોગોમાં બર્ડફલ્યુ, સાર્સ, મર્સ, એચ-વન એન વન, એન્ફલ્યૂએન્ઝા વગેરેમાં સાર્સ સૌથી ભયાનક અને ઘાતક છે. જો કે ૨૦૦૪ પછી વિશ્વમાં આ રોગનો એક પણ દર્દી નોંધાયો નથી. ચીન અને દક્ષિણ એશિયાના દેશોમાં આ રોગ ફેલાયો હતો. શ્વસનતંત્રને ખોરવી નાખતા આ રોગના મૂળમાં રહેલા વાયરસની શોધ કાર્લો ઉર્બાનીએ કરેલી. સાર્સના નિદાન અને સારવાર ઉપરાંત ઉર્બાનીએ ઘણા ચેપી રોગોની સારવાર અંગે ઊંડા સંશોધનો કરી તબીબી જગતની અમૂલ્ય સેવા કરી હતી. તેમનું મૃત્યુ પણ સાર્સ રોગથી થયું હતું.

કાર્લો ઉર્બાનીનો જન્મ ઇ.સ.૧૯૫૬ ના ઓકટોબરની ૧૯ તારીખે ઇટાલીના કેસલપ્લાનીઓ ખાતે થયો હતો. તેના પિતા નેવી સ્કૂલમાં અને માતા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. ઇ.સ. ૧૯૮૧ માં એન્કીના યુનિવર્સિટીમાંથી મેડિસીનમાં ગ્રેજયુએટ થઈને ઉર્બાનીએ મેલિના યુનિવર્સિટીમાં બેકટેરિયા સંબંધી અભ્યાસ કરી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ પ્રોફેસર બન્યા હતા. ઇ.સ. ૧૯૯૦માં તેઓ મેસેરાટા હોસ્પિટલમાં જોડાયા. તેમની ધગશ અને પરિશ્રમની નોંધ લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને માલદીવ અને ગિયાનામાં ફેલાવેલા રોગચાળાના સંશોધનોનું કાળુ સોંપ્યું. માલદીવમાં સંશોધનો દરમિયાન તેમણે ઘણા રોગજનક વાયરસ શોધી કાઢયા. ત્યારબાદ તેઓ સ્વીરઝર્લેન્ડની સંસ્થામાં ચેપી રોગોના સ્પેશિયાલિસ્ટ તરીકે જોડાયા. તેમના પ્રયત્નોથી તેમની સંસ્થા એમ. એસ. એફને મેડિસીનનું નોબેલ ઇનામ મળેલું. ઇ.સ.૨૦૦૦માં તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેનની ચેપી રોગના નિષ્ણાત તરીકે સેવા આપવા જોડાયેલ. તેમણે અનેક ચેપી રોગોના નિદાન અને સારવારની પધ્ધતિઓ વિકસાવી હતી.

૨૦૦૩ માં હનોઈ ખાતેની એક હોસ્પિટલમાં સાર્સના દર્દીની સારવાર દરમિયાન ઉર્બાનીને સાર્સ લાગુ પડયો. તેઓ બેંગકોક પાછા ફર્યા પરંતુ અઢાર દિવસની સારવાર બાદ ઇ.સ. ૨૦૦૩ ના માર્ચની ૨૯ તારીખે તેમનું ૪૬ વર્ષની વયે અવસાન થયું.

ગેસની જ્યોત પ્રકાશને બદલે ગરમી કેમ આપે છે ?

મીઠા પાણીનું સૌથી મોટું સરોવર : લોકટાક તળાવ 9 - imageકોઈ પણ ચીજ સળગે ત્યારે અગ્નિની જ્વાળા, ભડકો કે જ્યોત ઉત્પન્ન થાય. મીણબત્તી, દીવા, ફાનસ વિગેરેમાં મીણ કે તેલ ધીમે-ધીમે દહન થતું હોવાથી જ્યોત બને છે. કોઈ પણ વસ્તુ સળગે તેને દહન થતું કહેવાય. આ ક્રિયા દરમિયાન કાર્બનના કણો સળગતાં હોય છે અને વાતાવરણમાંનો ઓક્સિજન તેને મદદ કરે છે. દહન ધીમું થાય ત્યારે ગરમી ઓછી પ્રકાશ વધુ મળે. સ્ટવ, ગેસના ચૂલા વિગેરેમાં ઝડપથી બળતણ પુરું પાડવા માટે હવાનું દબાણ અપાય છે. એટલે તેમાનું કેરોસીન ઝડપથી સળગે છે પરિણામે ગરમી વધુ અને પ્રકાશ ઓછો હોય છે. સ્ટવ, ગેસ વિગેરેના બર્નર વધુ ગરમી મેળવવા માટે બનેલા હોય છે તેથી તેમાં ઝડપથી હવા અને ઈંધણ દબાણપૂર્વક ઝડપથી બહાર આવે તેવી ગોઠવણ હોય છે. તેથી જ તેની જ્યોત ગરમી વધુ આપે છે અને ભૂરા રંગની હોય છે.

Tags :