આંગળીનો ઇશારો: ટચસ્ક્રીન ટેકનોલોજી
આધુનિક કમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ, એટીએમના ડિસ્પલે વગેરેના સ્ક્રીનમાં ટચ સ્ક્રીન ટેકનોલોજી જાણીતી છે. માઉસની જરૂર નહીં, આંગળી મૂકી એટલે કલીક થાય. ટચસ્ક્રીન ટેકનોલોજી ત્રણ પ્રકારની હોય છે. અલ્ટ્રાટોનિક તરંગોવાળી અને વીજભારને ઉપયોગ કરતી બે અન્ય ટેકનોલોજી. જો કે ત્રણેની કાર્યરચના લગભગ સમાન છે.
ટચસ્ક્રીનની શોધ સેમ્પુઅલ હર્સ્ટ નામના વિજ્ઞાાનીએ કરેલી. તેના કાચ હેઠળ અલ્ટ્રાટોનિક વેવ્ઝ વહેતા હોય છે. આંગળીનો સ્પર્શ થાય. તેટલા ભાગમાં આ વેવ્ઝ બંધ થઇ જાય છે. અને તે પ્રમાણે કમ્પ્યુટર સંકેત મેળવીને આગળ વધે છે. વીજભારવાળા સ્ક્રીનમાં કાચના બે પડ હોય છે. બંને પડ વચ્ચે વીજભાર વહેતો હોય. આંગળીનો સ્પર્શ થાય ત્યાં વીજભારમાં વિક્ષેપ પડે અને ત્યાં 'કિલક' થઈ જાય. કમ્પ્યુટરનું કન્ટ્રોલર આ વિક્ષેપને ઓળખીને તે પ્રમાણે આગળ વધે છે.