લડાકુ જીવડું .
- ડો. પારુલ અમિત 'પંખુડી'
એક હતો બગીચો,એમાં સરસ મજાના ફૂલછોડ. એમાંની એક ગુલાબી ગુલાબ મમ્મીની કળી એનું નામ 'પંખુડી' એ તો ભારે તોફાની, એની મમ્મી એને ડાળી જોડે બાંધી દે તો પણ એ હેઠી ના બેસે.
એનાં કાંટા દાદા અને પાંદડા પપ્પા એને સમજાવી સમજાવી થાક્યા, કે 'સામે સરહદ પર લડાકુ જીવડું એની સેના સાથે આવી બધાં પર ગોળીબાર કરે છે અને નિર્દોષ ઝાડ છોડ, અને ફૂલોને નુકશાન પહોંચાડે છે અને હુમલો કરી મારી પણ નાંખે છે.
અને એટલે જ આજે વડલા દાદા એ આપણી સુરક્ષા માટે બ્લેક આઉટ જાહેર કર્યું છે, તો આપણે એનું પાલન કરી બહાર નીકળવાનું નથી અને બધી લાઇટ બંધ કરી દેવાની છે.
જીવડાંઓ એની સાથે આવી આપણું લોકેશન ટ્રેસ કરી આપણા પર મિસાઈલ અને ડ્રોન દ્વારા હુમલો કરી કરી શકે છે. એટલે આજે આપણે ઘરે રહીએ તો સારું.'
પરંતુ પંખુડીને તો બગીચામાં પડયા રહેવું બિલકુલ પસંદ નહોતું ચારે બાજુ લડાકુ જીવડાં અને એની સેનાએ કોલાહલ મચાવી હતી એટલે આખા બગીચામાં ડરનો માહોલ હતો.
પંખુડીના પાંદડા પપ્પાએ એને આ ખતરનાક જીવડું કેટલું ઘાતક છે એ સમજાવ્યું, પણ નાનકી પંખુડી કળીને તો ફરવા જવું હતું બહાર મંદિરે, માણસોના ઘરમાં, કોઈના લગ્નમાં તો કોઈના તહેવારમાં.
આજે વહેલી સવારે ગુલાબ મમ્મીએ એને વારંવાર સમજાવી.
પણ બધાની નજરથી છટકી આ તોફાની પંખુડી કળી તો ઉપડી એની સાઇકલ લઇ બગીચા બહાર.
અને ગાવા લાગી 'મેં ચલી મેં ચલી દેખો પ્યાર કી ગલી.'
એવામાં જોરદાર પવન ફૂંકાયો અને સાયરન વાગી, પરંતુ પંખુડીએ ના એની સાયકલ ની લાઈટ બંધ કરી કે ના એ સુરક્ષા માટે ક્યાંક નીચે બેઠી.
ચારે બાજુ મિસાઈલના કારણે આગ લાગી અને પંખુડી કળી ડગડગાવા લાગી, એની પાંખડીઓ છુટ્ટી પડવા લાગી.
માંડ માંડ એ એક કુંડા પાસે જઈ આશરો લેવાં ત્યાં એ કુંડાએ એને ભગાડીને કહ્યું, 'લડાકુ જીવડાં નો ખતરો છે, તારાં બગીચા ઘરમાં પુરાઈને રહે'... એ ગભરાતી ગભરાતી સાઇકલ મૂકી ભાગી.
અને દોડતી દોડતી ગઈ, એને જોયું ચારે તરફ સન્નાટો કોઈ જ નહીં. એવામાં ઈયળ પોલીસ આવી અને પંખુડી કળી ને પકડવા દોટ મૂકી. એને તરસ લાગી હતી, ભાગી ભાગી ને એની શકિત ખતમ થઈ ગઈ હતી. એને રડવું આવું રહ્યું હતું.
એ ગુલાબ મમ્મી અને પાંદડા પપ્પાને બુમ પાડી રહી હતી. બીજી બાજુ વડલા દાદા એ પણ એના પર ગુસ્સો બતાવ્યો.
પંખુડી એ બે હાથ જોડી સુરજ દાદા એવા આખા બગીચાના મુખ્ય મંત્રીની માફી માંગી.
પંખુડીને પોતાની ભૂલ સમજાઈ.
એ થાકી પાકી, ફટાફટ ઘરે આવી અને ફુવારાથી શોવર લઇ એનાં પરિવાર ને ભેટી પડી. અને લડાકુ જીવડાં અને એના સાથીદારને બગીચા અને જંગલ પરિવારના સૈનિકોએ મારીને ભગાડી દીધા છે.
પંખુડી એ સૈનિકોને સલામી આપી બોલી
'લડાકુ જીવડાં તું હવે જાજુ ટકે ના,
કરીશું દેશ માટે સેવા અમે,
કોઈ સરહદ આસપાસ પણ ભટકેના..