Get The App

પૃથ્વી પરના મહાસાગરો

Updated: Jun 20th, 2020

GS TEAM


Google News
Google News
પૃથ્વી પરના મહાસાગરો 1 - image


પૃ થ્વીની સપાટી પર ૭૧ ટકા વિસ્તારમાં સમુદ્રોનું ખારું 

પાણી છે.  પૃથ્વી પર પાંચ મહાસાગર છે. આ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે પરંતુ ખંડ પ્રમાણે તેના નામ અપાયા છે. મહાસાગરોની સરેરાશ ઊંડાઈ ૧૨૨૦૦ ફૂટ છે.

(૧) સૌથી મોટો પેસેફિક મહાસાગર પૃથ્વીની સપાટીનો ત્રીજો ભાગ રોકે છે. એશિયા અને ઓસ્ટ્રેલિયાને દક્ષિણ અમેરિકાથી જૂદા પાડતો આ સાગર પ્રશાંત મહાસાગર તરીકે પણ ઓળખાય છે. પેસિફિક સમુદ્રમાં મેરિયાના ટ્રેન્સ સૌથી ઊંડુ સ્થળ છે.

(૨) વિશ્વનો બીજા નંબરનો એટલાન્ટિક મહાસાગર ગરમ 

પાણીના પ્રવાહો માટે જાણીતો છે. તેના તળિયે ૩૫૦૦૦ કિ.મી. લાંબી પર્વતમાળા આવેલી છે.

(૩) ત્રીજો મોટો હિંદ મહાસાગર પણ ગરમ પાણીના પ્રવાહોવાળો છે.

(૪) આર્કટિક મહાસાગર તરીકે ઉત્તર ધ્રુવની આસપાસનો બરફનો દરિયો. સૌથી છિછરો આ સાગર બરફથી છવાયેલો રહે છે.

(૫) દક્ષિણમાં આવેલો સધર્ન મહાસાગર પણ બરફથી છવાયેલો રહે છે.

Tags :