Get The App

પૃથ્વીનો પાડોશી ગ્રહ : બુધ

Updated: Dec 1st, 2023

GS TEAM


Google News
Google News
પૃથ્વીનો પાડોશી ગ્રહ : બુધ 1 - image


પૃ થ્વીથી સૌથી નજીકનો ગ્રહ બુધ સૂર્યની પણ સૌથી નજીક છે. તે પ્રચંડ તાપમાન ધરાવે છે. બુધ સૂર્યમાળાનો સૌથી નાનો ગ્રહ છે અને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે. વહેલી સવારે અને સાંજે આકાશમાં દેખાતો બુધ ચંદ્રની જેમ કળા બદલે છે.

સૂર્યની નજીક હોવાથી તેની ભ્રમણ કક્ષા પણ નાની છે. તે આપણા ૮૮ દિવસમાં સૂર્યની એક પ્રદક્ષિણા પુરી કરે છે. અને આપણા ૧૧૬ દિવસે એક ધરીભ્રમણ કરે છે. એટલે કે બુધનો એક દિવસ આપણા ૧૧૬ દિવસ જેટલો લાંબો હોય છે.

બુધનો વ્યાસ ૪૮૭૮ કિલોમીટર છે. તેની સપાટી પર ચંદ્ર જેવા ખાડા ટેકરા છે. બુધ ઉપર હવા નથી એટલે તેની સપાટીને ધસારો લાગતો નથી. તેની સપાટી પાતળી અને ખડકોની બનેલી છે તેનો આકાર બદલાતો નથી. પણ ક્યારેક સપાટ મેદાનો છે. બુધ ઉપર વાતાવરણ નથી એટલે તેનું તાપમાન પ્રચંડ ગરમીથી પ્રચંડ ઠંડીમાં પળવારમાં જ બદલાય છે. બુધ ઉપર દિવસે પણ આકાશ કાળું દેખાય છે.

Tags :