Magazines
પેસેફિક મહાસાગરના તરતા હાથી ડુઓન્ગ
By GS TEAM
29 May 20261 min read

જળચર જીવોમાં શાર્ક અને વ્હેલ ઉપરાંત ડુઓન્ગ નામના મહાકાય જીવ પણ મળે છે. પેસેફિક સમુદ્રમાં જોવા મળતા શાંત અને નિર્દોષ ડુઓન્ગ બે પગ ધરાવે છે અને જમીન પર પણ ચાલી શકે છે. આઠ ફૂટ લાંબા અને લગભગ અઢીસો કીલો વજનના ડુઓન્ગને લોકો તરતા હાથી કહે છે તે નિર્દોષ હોવાથી ઘણા તેને દરિયાઈ ગાય પણ કહે છે. ડુઓન્ગની જાડી ચામડી પર રૃંવાટી હોય છે. શરીરનો આકાર ટોરપીડો જેવો હોય છે તેને હાથીની જેમ દંતશૂળ હોય છે. સંપૂર્ણ વનસ્પતિ આહારી આ જીવ વ્હેલની જેમ સસ્તન પ્રાણી છે. તે તરવામાં ખૂબ ઝડપી છે. મોટે ભાગે કિનારાના વિસ્તારમાં રહે છે. ડુઓન્ગ ટોળામાં રહે છે. દરિયા કિનારે આરામ કરી રહેલા ડુઓન્ગના ટોળા જોવા એક લ્હાવો છે.









