અવાજની ડોપ્લર ઇફેક્ટ .
એ મ્બ્યુલન્સ કે પોલીસવાનની સાયરન તમે સાંભળી હશે. એમ્બ્યુલન્સ જેમ નજીક આવે તેમ તેનો અવાજ મોટો થાય છે અને પસાર થઈ ગયા પછી ધીમે ધીમે મંદ થાય છે. આ અસરને ડોપ્લર ઇફેક્ટ કહે છે. સાયરનના અવાજના મોજા વાહનની ગતિ સાથે ગતિ કરતા હોય છે ચારે તરફ ફેલાતા અવાજને એમ્બ્યુલન્સની ગતિની અસર થાય છે અને ફ્રિકવન્સીમાં વધારો થાય છે. એમ્બ્યુલન્સમાં બેઠેલા લોકોને આ અસર થતી નથી. પ્રકાશના મોજાંને પણ ડોપ્લર ઇફેક્ટ હોય છે. કોઈ ચિત્ર કે દૃશ્ય નજીક આવતું જાય તેમ સ્પષ્ટ દેખાવા માંડે છે. ડોપ્લર ઇફેક્ટનો ઉપયોગ રડાર તેમજ દરિયાના તળિયે પડેલા પદાર્થોના અભ્યાસ માટે થાય છે.
અવાજ અને પ્રકાશનાં મોજાંને બે રીતે જોવાય છે, તેની તરંગ લંબાઈ એટલે વેવલેન્થ અને કંપન સંખ્યા એટલે ફ્રિકવન્સી. વેવલેન્થ એટલે બે મોજાં વચ્ચેનું અંતર અને ફ્રિકવન્સી એટલે એક સેકન્ડમાં કેટલા મોજા પસાર થાય તેનું પ્રમાણ. ઇ.સ. ૧૮૪૨માં જ્હોઅન ક્રિશ્ચીયન ડોપ્લર નામના વિજ્ઞાાનીએ અવાજના મોજા અંગે સંશોધનો કરીને ડોપ્લર ઇફેક્ટની શોધ કરી હતી. અવાજના મોજાં દૂર સુધી ફેંકીને તે પરાવર્તન પામી પાછા આવે ત્યારે તેનો અભ્યાસ કરીને કેવી, કેવા આકારની અને કેટલી મોટી વસ્તુ સાથે અથડાયા હશે તેનો અંદાજ મેળવી શકાય છે. શરીરના આંતરિક અવયવોનો અભ્યાસ પણ ડોપ્લર ઇફેક્ટથી થઈ શકે છે.