Get The App

ઘોડા વિશે આ જાણો છો? .

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
ઘોડા વિશે આ જાણો છો?                                     . 1 - image

* માણસ પ્રાચીન કાળથી ઘોડાની સવારી કરવા ઉપયોગ કરે છે. વાહનો નહોતા ત્યારે ઘોડા ખૂબ જ ઉપયોગી થતાં.

* ઘોડાની ઉંચાઈનું માપ હાથમાં મપાય છે. એક હાથ એટલે ચાર ઇંચ. ઘોડો કેટલા હાથ ઉંચો છે તેમ બોલાય છે.

* ઘોડો પાંચ વર્ષનો થાય ત્યારે બધા જ દાંત ઊગે છે અને ઉંમર વધવાની સાથે દાંતની લંબાઈ વધે છે. જાણકાર લોકો ઘોડાના દાંતની લંબાઈ જોઈને તેની ઉંમર જાણી શકે છે. 

* ઘોડો કાન, નસકોરાં અને આંખો વડે ગુસ્સો કે ખુશી વ્યક્ત કરી શકે છે.

* ઘોડાના પગની ખરી આપણા નખની જેમ વધ્યા કરે છે.

* ઘોડાને ગ્રીક ભાષામાં 'ઇક્વિસ' કહેતાં જેનો અર્થ થાય છે 'ઝડપી'

* ઘોડાના બચ્ચાં મોટાભાગે રાત્રે જ જન્મે છે.

* ઘોડાના બચ્ચાને વછેરૃં કહે છે. તે જન્મ્યા પછી એકાદ કલાકમાં ઉભું થઈ શકે છે.

* ઘોડા પોતાના માલિકના મૂડ ઓળખે છે. માલિક નિરાશ હોય તો તે પણ નિરાશ થઈ જાય છે.

* ઘોડાને લાંબા પગ, મોટા ફેફસાં અને મોટું હૃદય હોવાથી તે ઝડપથી દોડી શકે છે. વધુ વજન ખેંચી શકે છે અને લાંબી છલાંગ મારી શકે છે.

* ઘોડા મોં દ્વારા શ્વાસ લઈ શકતાં નથી એટલે કદી હાંફતા નથી.