Get The App

મધમાખી વિશે આ જાણો છો?

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
મધમાખી વિશે આ જાણો છો? 1 - image


- મધમાખી એક લાખ કિલોમીટર જેટલો પ્રવાસ કરી લાખો ફૂલો ઉપર જાય ત્યારે માંડ ૫૦૦ ગ્રામ મધ એકઠું થઈ શકે છે.

- મધમાખીની પાંખ એક સેકન્ડમાં ૧૧૦૦૦ વખત ફફડે છે. અને કલાકના લગભગ ૨૨ કિલોમીટરની ઝડપે ઊડે છે.

- મધમાખીને છ પગ અને ચાર પાંખો હોય છે.

- પૃથ્વી પર મધમાખી એક કરોડ વર્ષ  પહેલાથી અસ્તિત્વ ધરાવે છે.

- મધમાખી એક ટ્રીપમાં લગભગ ૧૦૦ ફૂલ ઉપરથી મધ લઈને મધપૂડામાં મૂકવા આવે છે.

- મધમાખી નૃત્ય દ્રારા સંકેત કરીને બીજી મધમાખીને ફૂલોની દિશા બતાવે છે.

- માદા મજૂર મધમાખી હોય છે તે દરરોજ ૨૫૦૦ ઇંડા મૂકવા સિવાય કંઈ કામ કરતી નથી.

- મધમાખીના ડંખ થોડા ઝેરી હોય છે. મધ તેમજ આ ઝેરનો સારવારમાં ઉપયોગ થાય છે. તેને એપીથેરાપી કહે છે.

Tags :