થર્મોમીટર વિશે આ જાણો છો? .
ઉષ્ણતામાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે. તેનું માપ પણ સેલ્સીયસ, ફ્રેરનહીટ કે કેલ્વીન જેવા જુદા જુદા પ્રમાણમાં હોય છે. થર્મોમીટરની શોધનો ઇતિહાસ પણ રસપ્રદ છે. બે હજાર વર્ષ પહેલા ગરમી વિશે લોકોને બહુ જ્ઞાન નહોતું. ઇ.સ.૧૨૯માં વિજ્ઞાની ગેલનને પહેલીવાર ગરમીનું માપ જાણવાનો વિચાર આવેલો. ગેલને ઉકળતા પાણી અને બરફ વચ્ચેની ગરમીના પ્રમાણના ચાર ભાગ પાડી ગરમીનું માપ કાઢવાની પધ્ધતિ શોધેલી. ગેલેલિયોએ ૧૬મી સદીમાં ગરમીનું માપ જાણવા પ્રથમ થર્મોસ્કોપ બનાવેલું. તેમાં પ્રવાહી ભરેલ વાસણમાં કાચની નળી ઊભી મુકવામાં આવતી એટલે ગરમ થયેલું પ્રવાહી નળીમાં ઊંચે ચડતું. ત્યારબાદ આ ઊંચાઈ અને મૂળ પ્રવાહીની સપાટી વચ્ચેના અંતર ઉપરથી ગરમીનું માપ કઢાતું પરંતુ ચોકસાઈ રહેતી નહોતી. ઇ.સ.૧૬૦૮માં વિજ્ઞાની ઇવાન્જેલિસ્ટા ટોરીસેલીએ કાચની સીલ કરેલી નળીમાં પ્રવાહી ભરીને થર્મોમીટર બનાવ્યું. થર્મોમીટરની શોધ બાદ ડેનિયલ ફેરનહીટ નામના વિજ્ઞાનીએ સ્ટેનહીટ ડીગ્રીના માપની શોધ કરી. ત્યારબાદ સેલ્સીયસ અને કેલ્વીન પ્રમાણે શોધાયા. સેલ્સિયસ અને ફેરનહીટ આજે ઉપયોગમાં લેવાય છે. જ્યારે કેલ્વીન પ્રમાણમાપ વિજ્ઞાનીઓ પ્રયોગ દરમિયાન ઉપયોગમાં લે છે.