Magazines

રણપ્રદેશની વનસ્પતિ કેકટસ .

By GS TEAM
20 Feb 20261 min read
રણપ્રદેશની વનસ્પતિ કેકટસ                                 .

આપણે તેને થોર કહીએ છીએ તે રણપ્રદેશની મુખ્ય વનસ્પતિ છે. વિવિધ આકાર અને કદના ૨૦૦૦ જાતના કેકટસ જોવા મળે છે. ઘણા કેકટસ આકર્ષક હોવાથી વિશ્વભરના દેશોમાં થાય છે. કેકટસ પાણીનો પુષ્કળ સંગ્રહ કરી શકે છે અને પ્રચંડ ગરમીમાં પણ લાંબો સમય જીવિત રહી શકે છે. કેકટસ વિષે અન્ય વાતો પણ જાણવા જેવી છે.

કેટલાક કેકટસ ૬૦ ફૂટ જેટલા ઊંચા થાય છે. સૌથી નાના કેક્ટસ બે કે ત્રણ ઇંચ ઊંચાઈના હોય છે. દરેક કેકટસની પાન અને થડની સપાટી પર મીણ જેવા ચીકણા પદાર્થોનું આવરણ હોય છે જેથી તેમાંનું પાણી બાષ્પીભવન થઈને ઊડી જતું નથી. મોટા ભાગના કેકટસને પાન હોતાં નથી જાડી ડાળીઓ જ હોય છે. કેકટસના મૂળમાં જમીનમાં ઓછી ઊંડાઈ સુધી હોય છે. પરંતુ સાત ફૂટ જેટલા ઘેરાવામાં ફેલાયેલા હોય છે.

મોટા ભાગના કેકટસને લાલ અને પીળા રંગના ફૂલ બેસે છે. દરેક કેકટસને પ્રાણીઓ સામે રક્ષણ મેળવવા સપાટી પર તીક્ષ્ણ કાંટા હોય છે.