Get The App

સ્વાદિષ્ટ અને લોકપ્રિય ફળ : દ્રાક્ષ

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
સ્વાદિષ્ટ અને લોકપ્રિય ફળ : દ્રાક્ષ 1 - image

સૂ કા મેવા તરીકે જાણીતી કાળી અને સફેદ દ્રાક્ષ વિશ્વભરમાં લોકપ્રિય અને આરોગ્યપ્રદ ખાદ્ય ગણાય છે. ફળોની દુકાનમાં લીલી અને કાળી દ્રાક્ષના ઝુમખાં લોભામણા લાગે છે. દ્રાક્ષ એ સૌને ભાવતું ફળ છે.

દ્રાક્ષ કાળી અને સફેદ એમ બે પ્રકારની હોય છે. સફેદ દ્રાક્ષ લીલા રંગની પારદર્શક ત્વચાવાળી  હોય છે. એટલે રસથી ભરેલી આકર્ષક લાગે છે. દ્રાક્ષ પૃથ્વી પરનું જૂનું અને લોકપ્રિય ફળ છે. ૬૦૦૦ વર્ષ પહેલાં તેની ખેતી શરૂ થઈ હતી. ભારતમાં આંધ્રપ્રદેશ તમિલનાડુમાં દ્રાક્ષની વ્યાપક ખેતી થાય છે. દ્રાક્ષ વેલા ઉપર ઉગે છે. દ્રાક્ષનો વેલો લગભગ ૫૦ ફૂટ લાંબો હોય છે. એક વેલમાં ૪૦ થી ૫૦ ઝુમખાં ઉગે છે. દ્રાક્ષના પાન પંજા આકારના હોય છે. તેની ઉપર નાના લીલા રંગના ફૂલોના ઝુમખાં થાય છે. દ્રાક્ષના એક ઝુમખામાં ૭૦ થી ૭૫ દાણા હોય છે. દ્રાક્ષમાં ૮૦ ટકા પાણી હોય છે. તેમા વિટામીન સી કે અને બી હોય છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ પણ હોય છે. 

દ્રાક્ષનો આયુર્વેદીય ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે. દ્રાક્ષમાંથી દારૂ બનાવવાનો મોટો ઉધોગ છે. દ્રાક્ષના બીજના તેલમાંથી સૌંદર્યપ્રસાધનો બને છે.

દ્રાક્ષના વેલા લાંબુ આયુષ્ય ભોગવે છે. અને વર્ષો સુધી દ્રાક્ષની પાક લઈ શકાય છે. દ્રાક્ષની અનેક જાતે વિકસી છે. ભારતમાં અતાબશાહી, ઇસાબેલા, ભોકરી, ફલેમ, ગુલાબી, શરદ અને થોમ્સન નામની દ્રાક્ષ પ્રસિદ્ધ છે. સૂકી દ્રાક્ષ ને પણ તાસેગણેશ, સોનાકા, માણિકચમન જેવા વિવિધ નામે અપાય છે.