Get The App

રંગબેરંગી અજાયબ પતંગિયાં

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
રંગબેરંગી અજાયબ પતંગિયાં 1 - image

માનવજગતમાં સૌથી સુંદર  પતંગિયા અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે તેનું જીવન ટૂકું પણ અદ્ભુત છે.

* પતંગિયું ઇંડા તરીકે જન્મે છે, ઇંડામાંથી લાર્વા, લાર્વામાંથી ઈયળ અને ઈયળ ઉપર કોશેટો બને  પછી તે તોડીને પતંગિયું બહાર આવે. આમ ચાર તબક્કાનું તેનું જીવન.

* રંગબેરંગી દેખાતાં પતંગિયાની પાંખો  પર રંગ  હોતાં નથી પરંતુ તેની પાંખોની સપાટીની એવી રચના છે કે તે અમુક રંગ જ પરાવર્તીત કરે છે.

* પતંગિયા માત્ર પ્રવાહી જ ચૂસી શકે. ઘન પદાર્થ ખાઈ શકતાં નથી.

* મોનાર્ક નામના પતંગિયા હજારો કિલોમીટરનો પ્રવાસ કરે છે. કેનેડાથી મધ્ય અમેરિકા સુધી પ્રવાસ કરી પરત આવે ત્યારે પોતાના વતનને શોધી કાઢે છે.

*  પતંગિયા ૨૫ કિલોમીટરની ઝડપે ઊડે છે.

*  પતંગિયાના મગજનું દિશાજ્ઞાન અને રસ્તો ખોળવાની શક્તિ કમ્પ્યુટર જેવી છે. તે ખૂબ જ ઓછી શક્તિ વાપરીને લાંબા અંતર સુધી ઉડીને ચોક્કસ જગ્યાએ ઉતરાણ કરી શકે છે.