Get The App

ચીનની કુદરતી અજાયબી શાઈલીન સ્ટોન ફોરેસ્ટ

Updated: Jun 13th, 2025

GS TEAM

Google News
Google News
ચીનની કુદરતી અજાયબી શાઈલીન સ્ટોન ફોરેસ્ટ 1 - image

પૃથ્વી પર વૃક્ષોના અનેક જંગલ જોવા મળે પણ ચીનમાં તો એક પથ્થરનું અજાયબ જંગલ છે. ચીન વિશાળ દેશ હોવાથી વિવિધ ભૌગોલિક રચના ધરાવતા અનેક વિસ્તારો છે. યુનાન પ્રાતંમાં ૩૫૦ ચોરસ કિલોમીટરમાં આવેલું 

પથ્થરનું જંગલ કુદરતી અજાયબી છે. 

શાઈલીન સ્ટોન ફોરેસ્ટ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં અણીયાળા નાના મોટા પથ્થરો ઝાડીની જેમ ઊગી નીકળ્યા છે. જમીન પર કાટખૂણે ઊભેલા આ પથ્થરો શિલ્પકૃતિ જેવા લાગે, આ ખડકો ૨૭ કરોડ વર્ષ જૂના હોવાનું કહેવાય છે. જમીન પર નજીક નજીક ઊભેલા એક સરખા આકારના સ્થંભો જંગલ જેવું દ્વશ્ય ઊભુ કરે છે. તેથી તેને સ્ટોન ફોરેસ્ટ કહે છે. ઘણા સહેલાણીઓ આ જંગલ જોવા આવે છે.