- એક વાર્તા... બે ભાષામાં!
- Chandrakant Pathik
- એક દિવસે ચમકુએ જોયું કે નિંદરા બિલાડી ઘોર ઊંઘમાંથી જાગી રહી છે અને દરવાજાની પાછળ છુપાઈ રહી છે. એ પછી નિંદરા પોતાની જગ્યા બદલતી રહી.
એ ક જૂના ઘરની ઓરડીમાં અનાજ સંઘરી રાખવામાં આવતું હતું. ત્યાં ચમકુ નામનો નાનો ઉંદર રહેતો હતો. બીજા ઉંદરો રોજ ખોરાક ભેગું કરવાનું જ કરતાં હતા, જયારે ચમકુ 'રોજની રોટલી' થી સંતોષ અનુભવતો હતોત પણ સાથે સાથે જ્ઞાાન પણ ભેગું કરતો હતો.
તે આસપાસના બધા અવાજો, નાની નાની હિલચાલ અને બિલાડીના પગલાં સુધીની સમજ ધરાવતો હતો.
આ ઘરની આજુબાજુ એક સફેદ રંગની બિલાડી ફર્યા કરતી હતી- નામ એનું નિંદરા! એ હતી તો ખૂબસુરત, પણ બહુ જ સુસ્ત અને આળસુ હતી. એ આખો દિવસ ઊંઘ્યા જ કરે. જયારે જુઓ ત્યારે તેની આંખો બંધ જ હોય. સાંજ પડે ત્યારે થોડી આંખો ખોલે. બધા ઉંદરો એની ખોટી શાંતિ અને બનાવટમાં ફસાઈ જાય. 'આ ઊંઘતી બિલાડી તો કાંઈ જ ના કરે' એમ માનીને મોજ-મઝામાં અને ચિંતા વગર ફર્યા કરતા હતા. પણ ચમકુ એ પ્રમાણે માનવા તૈયાર નહોતો. એ તો સદાય ચાલાક રહેતો.
એક દિવસે ચમકુએ જોયું કે નિંદરા બિલાડી ઘોર ઊંઘમાંથી જાગી રહી છે અને દરવાજાની પાછળ છુપાઈ રહી છે. એ પછી નિંદરા પોતાની જગ્યા બદલતી રહી.
ચમકુ ઉંદરને તો ખ્યાલ આવી ગયો કે, 'આ તો ખતરાની ઘડી છે!' તેણે આજુબાજુ આંટા મારતા ઉંદરોને ચેતવણી આપી કે, 'નિંદરા હવે ભૂખી છે... કોઈપણ ક્ષણે ગમે તેની ઉપર તરાપ મારી શકે છે!'
પણ બીજા ઉંદરો હસ્યા...
'તું ખોટો ભય ફેલાવે છે. એ બિલાડી તો તદ્દન નાદાન છે. એનામાં હુમલો કરવા જેટલી તાકાત પણ નથી. વળી, એ ઊંઘમાંથી ઊંચી આવે છે જ ક્યાં?'
એ જ રાત્રે જયારે બધા ઉંદરો અનાજના કોઠારમાંથી મીઠું મીઠું અને સ્વાદિષ્ટ અનાજ ખાઈ રહ્યા હતા ત્યારે એકાએક નિંદરા બિલાડી જાગી ઊઠી. એણે એક તરાપ મારી. એક નાનો ઉંદર ચપેટમાં આવી ગયો. ચમકુએ આ જોયું અને ઉંદર સમાજને બચાવવાનું આયોજન કરી નાખ્યું.
તે એક લાકડાની ખીલી લાવી, તે લઈને બિલાડીના પગ નીચે ધસી ગઈ. આ રીતે એણે બધા ઉંદરોને બચાવવાનો રસ્તો આપી દીધો .
ઉંદરો ભાગી ગયા.
પછીના દિવસોમાં બધા ચમકુને વાત સમજવા લાગ્યા અને સન્માન પણ આપવા લાગ્યા. એની ચતુરાઈ માટે અને એની જાગૃતિ માટે બધા એનો આદર કરવા લાગ્યા.
બોધ
ચમકુ ઉંદર નાની હોવા છતાં એણે બતાવ્યું કે જો આંખો ઉઘાડી રાખીએ તો મોટાં જોખમમાંથી બચી શકીએ. સાચા આગેવાનો એ હોય છે, જે ભવિષ્યના જોખમો પહેલાં જોઈ શકે છે.
Chamku the Mouse and the Sleeping Cat
One day, Chamku noticed Nindra waking up from her deep sleep and hiding behind the door. After that, Nindra kept changing her hiding spots.
I n the storehouse of an old house, a large supply of grain was kept. A small mouse named Chamku lived there. While the other mice spent all their time gathering food, Chamku was satisfied with his "daily bread." However, along with food, he also focused on gathering knowledge. He was very observant of the sounds around him, the smallest movements, and even the patterns of the cat's footsteps. A white cat named Nindra used to roam around this house. She was beautiful but incredibly lazy and sluggish. She slept almost all day long; whenever you looked at her, her eyes were closed. She would only open them slightly as evening approached. The other mice fell for her fake calmness and act. Believing that "this sleeping cat can't do anything," they wandered around joyfully without any worries.
But Chamku was not ready to believe that. He remained constantly alert. One day, Chamku noticed Nindra waking up from her deep sleep and hiding behind the door. After that, Nindra kept changing her hiding spots.
Chamku realized, "This is a moment of danger!" He warned the other mice wandering nearby, "Nindra is hungry now... she could pounce on anyone at any moment!"
But the other mice laughed. "You are spreading false fear. That cat is completely harmless; she doesn't even have the strength to attack. Besides, when does she ever even wake up from her sleep?" That same night, while all the mice were eating sweet and delicious grain from the storehouse, Nindra suddenly sprang into action and pounced. A small mouse was caught in her claws. Chamku saw this and immediately made a plan to save the mouse community.
He brought a sharp wooden nail and placed it where the cat would step. As it pierced the cat's paw, she pulled back in pain, giving all the mice a chance to escape. The mice ran to safety.
In the following days, everyone began to understand Chamku and gave him great respect. They admired him for his cleverness and his constant alertness.
Moral
Despite being small, Chamku showed that if we keep our eyes open, we can escape big dangers. True leaders are those who can foresee future risks before they happen.


