Get The App

ભારતનું મધ્યબિંદુ : નાગપુરનો સ્ટોન ઝીરો

Updated: Jul 4th, 2020

GS TEAM

Google News
Google News
ભારતનું મધ્યબિંદુ : નાગપુરનો સ્ટોન ઝીરો 1 - image


દ રેક આકારના મધ્યબિંદુનું ભૂમિતિમાં ખાસ મહત્વ છે.  વર્તુળ, ચોરસ, ત્રિકોણ વગેરેના મધ્યબિંદુ સહેલાઈથી મળે પણ વાંકાચૂકા અને અનિયમિત આકારના મધ્યબિંદુ શોધવા માટે ભૂમિતિના સિધ્ધાંતની જરૂર પડે. ઇ.સ. ૧૭૯૯માં વિલિયમ લેમ્બન નામના અંગ્રેજ વિજ્ઞાાનીએ ભારતનું કેન્દ્રસ્થાન શોધેલું. તે નાગપુરમાં છે. દેશના આ કેન્દ્ર સ્થાનમાં પથ્થરનો સ્થંભ ઊભો કરેલો છે. તેને સ્ટોનઝીરો કહે છે. આ સ્થળ જોવા લાયક નથી.સ્થંભ આગળથી 

પસાર થતાં ઘણા લોકોને આ વાતની જાણ પણ નથી હોતી.

વિશ્વના ઘણા શહેરોમાં જાણીતા ઝીરો સ્ટોન આવેલા છે. સામાન્ય રીતે એક શહેરથી બીજા શહેરનું અંતર બંને શહેરના ઝીરો સ્ટોન સુધી ગણાય છે. લંડન, પેરિસ, વોશિંગ્ટન વગેરેના ઝીરો સ્ટોન જોવાલાયક સ્થળો બન્યા છે.

Tags :