મોબાઈલ-ટીવીને બાય-બાય..! .
- વિજયકુમાર જી. ખત્રી
શાળામાં વેકેશન પડયું ને સૌને મજા પડી ગઈ. કટકટ અવારનવાર પોતાના પાક્કા મિત્ર ટનટન સસલાની વાડીએ રમવા જતો . ટનટન વિચારતો: વેકેશન હોવાથી તે રમવા-કૂદવા અને ફળો ખાવા રોજ મારી વાડીએ ચોક્કસ આવશે..! પરંતુ કટકટ તો વાડીએ ગયો જ નહિ ને! આખો દિવસ મોબાઈલ લઈને બેઠો હોય! ઘરની બહાર રમવા, હરવા-ફરવાને બદલે મોબાઈલમાંગેમ્સ, વીડિયો કે કાર્ટૂનની મજા માણે. મમ્મી-પપ્પાનું કહેવું ય ન માને ! એ તો ગાતો રહે :
મોબાઈલ મળ્યો સરસ... સરસ..!
હૈયે મારે હરખ... હરખ...!
કાર્ટૂન જોઈશ ને રમીશ હું ગેમ..!
મોબાઈલ વિના તે રહેવાય જ કેમ..?
ટનટન આ જાણીને ચિંતામાં પડી ગયો : અરે ! આમ મોબાઈલ સાથે નાહક ચોંટયા રહેવું બિલકુલ યોગ્ય નથી. તેના સ્વાસ્થ્ય પર આની ખરાબ અસર થઈ શકે છે. આંખે ચશ્માં આવી શકે છે...
ટનટનેકટકટનાં મમ્મી-પપ્પા સાથે મળીને એક યુક્તિ કરી. એ મુજબ કટકટના મમ્મી-પપ્પા કોઈ અગત્યના કામનું બહાનું કરી જંગલ બહાર ફરવા ગયાં. બંને પોતાના મોબાઈલ સાથે જ લઈ ગયાં. ટીવીનુંરિચાર્જ આગલા દિવસે જ પૂરું થઈ ગયું હતુ એની જાણ કટકટને ન કરી. તેથી કટકટ પાસે ટીવી કે મોબાઈલનો કોઈ જ વિકલ્પ નહોતો. હવે? નવરાં બેસીને કરવું શું? એવામાં કટકટને થયું : લાવ, સાંજ સુધી ટનટનનીવાડીએ જઈને જઈને રમું અને ફળો ખાઈ તાજોમાજોથાઉં. એમેય કેટલાંય દિવસોથી હું ટનટનને મળ્યો નથી. પછી કટકટ ટનટનનીવાડીએઊપડયો. પણ ટનટને કટકટ સાથે બિલકુલ પણ વાત ન કરી. હાય હેલ્લો ય ન કર્યું. ફળો ખાવાંય ન આપ્યા..!
કટકટને ખૂબ નવાઈ લાગી : હશે, હાલ ટનટન કામમાં વ્યસ્ત છે. એ નવરો પડે પછી મારી જોડે વાત કરશે.પણ ટનટન તો સાવ ચુપ! કટકટ ગુસ્સાથીબબડયો: પહેલાં તો ટનટન મારી સાથે ખૂબ બધી વાતો કરતો, પણ હવે તે મારી જોડે રમતો ય નથી કે ફળો ય ખવડાવતો નથી..!
તેની વાત સાંભળી ટનટને તરત ટકોર કરી, 'એમ? તારી પાસે ટીવી-મોબાઈલ નથી એટલે ટનટન યાદ આવ્યો ?' કટકટ આશ્ચર્યથી એની સામે જોઈ રહ્યો. ટનટને જણાવ્યું , 'હું તારા પર એટલા માટે ગુસ્સે છું કે તું રજાઓમાં પણ મોબાઈલ-ટીવી પર જ સમય પસાર કરી રહ્યો છે. તને તારી સ્વાસ્થ્યનીજરાંય ચિંતા નથી. આખો દિવસ મોબાઈલને વળગી રહેવું શું જરૂરી છે?'
આ સાંભળી કટકટ શરમથી નીચું જોવા લાગ્યો. કટકટ કહે, 'સોરી ટનટન, ઓનલાઈન અભ્યાસ કરતાં-કરતાં મને મોબાઈલ પર ગેમ રમવાની કુટેવ પડી ગઈ છે.'
ટનટને કહ્યું, 'પરંતુ આ વાત તો ઠીક નથી. તારે મોબાઈલથી દૂર રહેતા તો શીખવું જ પડશે. વેકેશનમાં મિત્રો સાથે રમવું-કૂદવું અને ફરવું જરૂરી છે. પેઇન્ટિંગ, ડાન્સિંગ, સ્પોર્ટ્સ જેવાં કૌશલ્યોશીખવા માટે આ જ શ્રે સમય છે. સમયનો સદુપયોગ કરવો જોઈએ કે નહિ?'
કટકટને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે ટનટનની માફી માંગી. હવે તે દરરોજ ટનટન સાથે રમત-ગમતમાં, પુસ્તકાલયમાં ને બગીચામાં ફરવામાં સમય પસાર કરે છે, બાળગીતો ગાય છે, સરસ મજાનાં ચિત્રો દોરતાં શીખે છે. નવીનવી બાબતો શીખે છે. મમ્મી-પપ્પા કટકટને મજા પડી જાય એવી બાળવાર્તાઓ કહે છે. કટકટને તો હવે ખૂબ મજા પડી ગઈ છે ! તમે વેકેશનમાં નવું નવું શીખશો ને?!