પૃથ્વી પરનો અદ્ભુત જીવ પતંગિયા
માનવજગતમાં સૌથી સુંદર પતંગિયા અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે તેનું જીવન ટૂકું પણ અદ્ભુત છે.
પતંગિયું ઇંડા તરીકે જન્મે છે, ઇંડામાંથી લાર્વા, લાર્વામાંથી ઈયળ અને ઈયળ ઉપર કોશેટો બને પછી તે તોડીને પતંગિયું બહાર આવે. આમ ચાર તબક્કાનું તેનું જીવન.
રંગબેરંગી દેખાતાં
પતંગિયાની પાંખો પર રંગ હોતાં નથી પરંતુ તેની પાંખોની સપાટીની એવી રચના છે કે તે અમુક રંગ જ પરાવર્તીત કરે છે.
પતંગિયા માત્ર પ્રવાહી જ ચૂસી શકે. ઘન પદાર્થ ખાઈ શકતાં નથી.
મોનાર્ક નામના પતંગિયા હજારો કિલોમીટરનો પ્રવાસ કરે છે. કેનેડાથી મધ્ય અમેરિકા સુધી પ્રવાસ કરી પરત આવે ત્યારે પોતાના વતનને શોધી કાઢે છે.
પતંગિયા ૨૫ કિલોમીટરની ઝડપે ઊડે છે.
પતંગિયાના મગજનું દિશાજ્ઞાાન અને રસ્તો ખોળવાની શક્તિ કમ્પ્યુટર જેવી છે. તે ખૂબ જ ઓછી શક્તિ
વાપરીને લાંબા અંતર સુધી ઊડીને ચોક્કસ જગ્યાએ ઉતરાણ કરી શકે છે.