Magazines

ભારતની સાગર જેવી નદી બ્રહ્મપુત્રા

By GS TEAM
27 Feb 20261 min read
ભારતની સાગર જેવી નદી બ્રહ્મપુત્રા

ભારતની ગંગા અને યમુના નદી પછી બ્રહ્મપુત્રા નદી સૌથી મોટી છે. પશ્ચિમ બંગાળના ઉપસાગરને મળતી આ નદી અનેક વિશિષ્ટતા ધરાવે છે. તિબેટ, ભારત અને બાંગ્લાદેશ એમ ત્રણ દેશોમાં વહેતી આ નદી લગભગ ત્રણ હજાર કિલોમીટર લાંબી છે. અને કેટલાક સ્થળે ૧૦ કિલોમીટર પહોળી છે. એક સાગર જ જોઈ લો તેવી આ વિશાળ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ માજોલી આવેલો છે.

આશરે સાત હજાર મીટર ઊંચા કૈલાસ પર્વત પરથી નીકળતી આ નદી જુદા જુદા સાત નામે ઓળખાય છ. તિબેટમાં તેને ત્સાંગઓ અને ઝાંગ્બો કહે છે. ભારતના આસામમાં બ્રહ્મપૂત્ર અને સાગરને મળે છે ત્યાં તેનું નામ મેઘના છે. બાંગ્લાદેશમાં આ નદી જમુનાના નામે ઓળખાય છે.

કયારેક સાંકડા કોતરી વચ્ચે તો કયારેક મેદાનોમાં વહેતી આ નદી આસામની જીવાદોરી છે.