બોલતું ઝગમગ...સ્માર્ટ ઝગમગ ! .
- દોસ્તો, હવેથી તમે QR-કોડ સ્કેન કરીને 'જિંગલ જિંગલ ઝગમગ' વાંચી પણ શકશો અને સાંભળી પણ શકશો!
આજે રક્ષાબંધનનો તહેવાર હતો. સોનુ સસલી સવારથી થનગન થનગન થઈ રહ્યું હતું. કેમ? કેમ કે એના વિકી વાંદરાએ એને પ્રોમીસ કર્યું હતું કે રક્ષાબંધનને દિવસે હું તને એવી મસ્ત ગિફ્ટ આપીશ કે જેના વિશે તેં ક્યારેય કલ્પના પણ કરી ન હોય!
એક વખત બન્યું હતું એવું કે સોનુ સસલી જંગલી શિયાળના ઝુંડ વચ્ચે ઘેરાઈ ગઈ હતી. તે વખતે વિકી વાંદરો હૂપ.. હૂપ... કરતો આવ્યો હતો અને સોનુ સસલીનો હાથ પકડીને એને બચાવીને લઈ ગયો હતો. સોનુ સસલીએ તેનો ખૂબ આભાર માન્યો હતો અને કહ્યું હતું, 'વિકી... વિકા! આજથી તું મારો ભાઈ!'
વિકી વાંદરો કહે, 'ના, એમ નહીં. તું મને ભાઈ માનતી હોય તો આ રક્ષાબંધન પર મને રાખડી બાંધજે.'
સોનુ કહે, 'ડન! શ્યોર!'
...અને આ રીતે સોનુ સસલી અને વિકી વાંદરો વચ્ચે ભાઈ-બહેનનો સુંદર સંબંધ વિકસી ગયો. બન્નેના શોખ પણ સરખા હતા. બેયને વાંચનનો ખૂબ શોખ. બન્ને એકબીજા સાથે સ્ટોરી બુક્સની અદલાબદલી કરતાં, એકબીજાને વાર્તાઓ કહી પણ સંભળાવતા. થોડા દિવસોથી વિકી કેટલીય વાર સોનુ સસલીને કહી ચૂક્યો હતો કે, સોનુ, આ વખતે હું તને રક્ષાબંઘનમાં એવી સરસ ગિફ્ટ આપીશ કે તું ખુશ ખુશ થઈ જઈશ. સોનુ સસલી પૂછ્યાં કરતી: શું? શું? બોલને! વિકી વાંદરો હસતો: નહીં કહું! રક્ષાબંધનને દિવસે જ તને આ સરપ્રાઇઝ આપીશ!
રક્ષાબંધનનો દિવસ આવ્યો. સોનુ સસલીએ બહુ જ પ્રેમથી વિકી વાંદરાને રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી. પછી કહે, 'વિકી, વિકી! ચલ, હવે તો બોલ! તું એવી તો કઈ મસ્ત ગિફ્ટ મને આજે આપવાનો છે?'
વિકી વાંદરા હૂપ... હૂપ કરતો નાચવા લાગ્યો. પછી એણે પોતાની બેગમાંથી 'જિંગલ જિંગલ ઝગમગ' કાઢ્યું. આ સાપ્તાહિક બન્નેનું મોસ્ટ ફેવરિટ હતું. વિકી કહે,
'સોનુ, સાંભળ! હવેથી છેને 'જિંગલ જિંગલ ઝગમગ' બોલતું થશે!'
સોનુએ આંખો પટપટાવી, 'એટલે?'
વિકી કહે, 'જો! તને આ પહેલા પાના પર શું દેખાય છે?'
'QR-કોડ!'
'વેરી ગુડ! હવે તારો મોબાઇલ કાઢ અને તેનાથી આ QR-કોડ સ્કેન કર!'
સોનુ સસલીનાં મમ્મી-પપ્પાએ એને લિમિટેડ ટાઇમ માટે મોબાઇલ વાપરવાની છૂટ આપી હતી. સોનુએ મોબાઇલ હાથમાં લીધો, QR કોડવાળું આઇકોન 'જિંગલ જિંગલ ઝગમગ'ના પહેલા પહેલા પાના પર છપાયેલા QR-કોડ પર ધર્યું. બીજી જ સેકન્ડે મોબાઇલની સ્ક્રીન પર 'જિંગલ જિંગલ ઝગમગ' ખુલી ગયું. સોનુ સસલીની આંખો પહોળી થઈ ગઈ.
વિકી કહે, 'હવે જો, આમાં તને અંકમાં છપાયેલી કેટલીય વાર્તાઓના હેડિંગ વંચાશે. તું જે વાર્તાના હેડિંગ પર ક્લિક કરીશ તે વાર્તાનો ઓડિયો શરૂ થઈ જશે. હવેથી તું 'જિંગલ જિંગલ ઝગમગ' વાંચી પણ શકીશ અને સાંભળી પણ શકીશ!'
સોનુ સસલી બોલી ઉઠી, 'ઓહ માય ગોડ... રિયલી?'
વિકી વાંદરો મુસ્કુરાયો, 'યેસ, અફકોર્સ!'
સોનુ સસલી કહે, 'સાચ્ચે, આ તો રક્ષાબંધનની બેસ્ટ ગિફ્ટ છે. હવે હું 'જિંગલ જિંગલ ઝગમગ'ને વાંચીશ પણ ખરી અને સાંભળીશ પણ ખરી...'
'બિલકુલ!'
Jingle Jingle, Cutie Champs! આ ગિફ્ટ તમારા માટે પણ છે! તમારું વહાલું 'જિંગલ જિંગલ ઝગમગ' હવેથી બોલતું થયું છે. તો ઉઠાવો મોબાઇલ અને કરો સ્કેન! Enjoy!