ઇ.સ. ૧૮૧૭માં કાર્લ વોન ડેરિસ નામના જર્મન વિજ્ઞાાનીએ માત્ર બે પૈડાંનું વાહન બનાવ્યું તેમાં પેડલ નહોતા પરંતુ સવારી કરીને પગ વડે જમીનને ધક્કો મારી ચલાવાતું. આ હતી વિશ્વની પ્રથમ સાઈકલ. જોકે તેને તે જમાનામાં 'ડ્રેસાઈન' કહેતાં. વિમાનની શોધ કરનાર રાઈટ ભાઈઓ ઓહાયોમાં ડેટન ગામમાં સાઈકલ રીપેરિંગનું કામ કરતાં. ઇ.સ. ૧૮૪૦માં સ્કોટલેન્ડના કર્કપેટ્રિક મેકમિલન નામના કારીગરે સાઈકલના પૈડા વચ્ચે ધરી સાથે પેડલ બનાવ્યા. તેના પેડલ આગળના વ્હીલની વચ્ચે હતા અને તે વ્હીલ ખૂબ જ મોટું હતું. આ સાઈકલને 'વેલોસીપેડ' કહેતા. ઇ.સ. ૧૮૭૯માં હેનરી લોસન નામના કારીગરે વચ્ચે પેડલ અને ચેઈનવાળી સાઈકલ બનાવી. આ સાઈકલને સેફટી બાઈસિકલ કહેતા.
ઇ.સ. ૧૮૮૮માં જોહન ડનલોપ નામના વિજ્ઞાાનીએ રબરના ટાયરની શોધ કરી ત્યાં સુધી સાઈકલના પૈડા લાકડા કે લોખંડના બનતા. ઇ.સ. ૧૮૯૦ પછી સાઈકલનો ઉગતો સૂરજ આવ્યો. શોધકોને 'બાઈસિકલ ક્રેઝ' કહે છે. તે એક અગત્યનું વાહન બની ગઈ. આજે વિશ્વભરમાં વર્ષે લગભગ ૧૦ કરોડ સાઈકલનું ઉત્પાદન થાય છે. ઇ.સ. ૧૯૦૩માં 'ધ ટુર ડી ફ્રાન્સ' નામની શરૂ થયેલી સાઈકલ રેસ વિશ્વભરમાં જાણીતી છે.


