- એક વાર્તા... બે ભાષામાં!
- ડૉ. પારુલ અમિત 'પંખુડી'
- થોડી વારે તેઓ હસતાં તો થોડી વારે ગીતો ગાતાં. કામ કરતાં કરતાં બબુને સમજાયું કે બીજાઓને મદદ કરવાથી કેટલી ખુશી મળે છે. સવાર થતાં પહેલાં સાન્તા ક્લોઝ બોલ્યા, 'બબુ, તું ખરેખર બહુ સ્પેશિયલ છો...'
એ ક નાનકડા શહેરમાં બબુ નામનો ચંચળ છોકરો રહેતો હતો. બબુને ક્રિસમસ બહુ ગમતી, કારણ કે એ દિવસે લાલ ટોપી, ઝગમગતી લાઇટ્સ અને શાંતા ક્લોઝની વાર્તાઓ સાંભળવા મળતી.
ક્રિસમસની રાતે બબુ એ પોતાના મોજાં બારી પાસે લટકાવ્યા અને બોલ્યો, 'સાન્તા ક્લોઝ, આ વખતે મારા માટે કંઈ ખાસ ભેટ લાવજો!'
એમ કહીને તે સૂઈ ગયો.
અચાનક....
ટિંગ ટિંગ ટિંગ... એવો અવાજ આવ્યો.
બબુ ની આંખ ખુલી. બારી પાસે ઝગમગતું અજવાળું હતું. એક નાનો, મીઠો એલ્ફ ઊભો હતો!
'હેલો બબુ!'એલ્ફ બોલ્યો, 'હું ટિન્ગલ છું. સાન્તા ક્લોઝને થોડી મદદ જોઈએ છે.'
બબુ ખુશ થઈ ગયો.
'હું તૈયાર છું!' એ બોલ્યો.
બીજી જ પળે બંને ઉડતી સ્લેજમાં બેઠા. આકાશમાં તારાઓ વચ્ચે સ્લેજ ઉડતી હતી. બબુ હસી પડયો, 'વાહ! હું તો સપનામાં છું!'
સાન્તા ક્લોઝના સુંદર મજાના ગેરેજમાં પહોંચતા જ એ બોલી ઉઠયો, 'અરે
બાપ રે!'
અહીં તો ભેટોનાં પેકેટ આડાઅવળાં થઈ ગયાં હતાં. બધાનાં નામો પણ ઉલટાપુલટા થઈ ગયાં હતાં!
'હું શું કરું?' સાન્તા ક્લોઝે ચિંતિત સ્વરે કહ્યું.
બબુએ સ્મિત કર્યું, 'ડોન્ટ વરી! આપણે સાથે મળીને ઠીક કરીશું.'
બબુ અને એલ્ફ ટિન્ગલે આખી રાત ભેટો ગોઠવી.
થોડી વારે તેઓ હસતાં તો થોડી વારે ગીતો ગાતાં. કામ કરતાં કરતાં બબુને સમજાયું કે બીજાઓને મદદ કરવાથી કેટલી ખુશી મળે છે.
સવાર થતાં પહેલાં સાન્તા ક્લોઝ બોલ્યા, 'બબુ, તું ખરેખર બહુ સ્પેશિયલ છો...'
એક ઝગમગતી ઘંટડી આપીને સાન્તા ક્લોઝે કહ્યું, 'જ્યારે પણ તું સારા કામ કરીશ, આ ઘંટડી ખુશીથી એની રીતે આપોઆપ વાગશે .'
બબુ ઘંટડી લેવા આગળ વધ્યો, અને એ જ પળે એ ઝબકી ગયો, કારણ કે બબુ પોતાના બેડમાં હતો.
શું આ બધું સપનું હતું?
સવાર થઈ.
એણે જોયું તો એના લટકાવેલા મોજાંમાં એક સુંદર ભેટ હતી... અને બાજુમાં એક નાની ઘંટડી!
બબુ હસ્યો અને બોલ્યો,
'આ મારી સૌથી સુંદર ક્રિસમસ!'
મેરી ક્રિસમસ!
Babu and the Magical Christmas
Just before morning, Santa Claus said, "Babu, you are truly special."
I n a small town, there lived a lively boy named Babu. Babu loved Christmas very much because it was the day he got to hear stories about red caps, sparkling lights, and Santa Claus.
On Christmas Eve, Babu hung his socks near the window and said, "Santa Claus, please bring me something special this time!"
After saying this, he went to sleep.
Suddenly… Ting! Ting! Ting! A sound broke the silence. Babu's eyes opened. There was a sparkling light near the window. A small, sweet Elf was standing there!
"Hello, Babu!" the Elf said. "I am Tingle. Santa Claus needs a little help."
Babu became very happy. "I am ready!" he exclaimed.
In an instant, they both sat on a flying sleigh. The sleigh dashed through the sky among the stars. Babu laughed, "Wow! I must be in a dream!"
As soon as they reached Santa Claus's beautiful garage, Babu cried out, "Oh dear!" The gift packages were scattered everywhere. Even the names on them were mixed up!
"What should I do?" Santa Claus worried.
Babu smiled, "Don't worry! We will fix it together."
Babu and Tingle the Elf spent the whole night organizing the gifts. They worked, laughing one moment and singing the next. While working and singing, Babu learned how much happiness comes from helping others.
Just before morning, Santa Claus said, "Babu, you are truly special."
Giving him a sparkling bell, Santa Claus said, "Whenever you do good deeds, this bell will happily ring all by itself."
Babu reached out to take the bell, and in that moment, he blinked, finding himself back in his own bed. Was it all a dream?
Morning came. He looked, and inside the sock he had hung was a beautiful gift… and right beside it was a small bell!
Babu smiled and said, "This is my most wonderful Christmas!"
Merry Christmas!


