Get The App

ATM મશીનની શોધ .

Updated: Dec 14th, 2018

GS TEAM


Google News
Google News
ATM મશીનની શોધ                                                       . 1 - image

બેંકમાંથી અર્ધી રાત્રે પૈસા ઉપાડવા માટેનું મશીન જાણીતું છે. શહેરોમાં મુખ્ય સ્થળોએ મુકવામાં આવતાં અને કેશિયરની મદદ વિના પૈસા આપતા આ મશીનનું પુરુ નામ ઓટોમેટેડ ટેલર મશીન છે.

આ મશીનની શોધ ઇ.સ.૧૯૩૯માં લ્યુથર સિમઝિયાન નામના ટેકનિશયને કરેલી. તેણે આ પ્રકારના ઘણા મશીનો બનાવેલા. જો કે તેણે બનાવેલું મશીન બેંકમાં ઉપયોગી થયું નહોતું.

પણ તેના મશીનમાંથી પ્રેરણા લઈ જહોન વ્હાઈટ નામના એન્જિનિયરે નવું મશીન બનાવ્યું. બેંકમાં  

ઉપયોગી થાય તેવું મશીન લંડનની બર્કલે બેંકમાં મૂકવામાં આવેલું મશીનનું  હુલામણું નામ 'હોલ ઇન ધ વોલ' હતું. આજે અંદાજે વિશ્વમાં દર ૩૦૦૦ વ્યકિતએ એક એટીએમ મશીન અસ્તિત્વમાં છે.

અમેરિકા, કેનેડા, યુરોપ અને જાપાનમાં સૌથી વધુ એટીએમ મશીન છે. તમે નહી માનો પણ બરફાચ્છિત દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં પણ એક એટીએમ છે. તે ન્યૂઝીલેન્ડના રોસ ડિસ્પેન્ડેસીમાં આવેલું છે. કેટલાંક પ્રવાસી જાહાજોમાં પણ એટી એમ મશીન હોય છે.  વિશ્વમાં મોટા ભાગના એટીએમ માઈક્રોસોફટ વિન્ડોઝ સોફટવેર વડે ચાલે છે.

આધુનિક એટીએમ મશીનમાં વિડિયો કોન્ફરન્સ કે જે બેંકના કેશિયર સાથે મુલાકાત કરાવી આપે તેવા મશીનો પણ છે. તે હજી વિશ્વવ્યાપી બન્યા નથી.

Tags :