એટલાન્ટિક સાગરના દરિયાઈ સિંહ : સી લાયન
દ ક્ષિણ ગોળાર્ધના સમુદ્રકાંઠે રહેતાં સિંહ જેવા દેખાતા સીલાયન એક વિશિષ્ટ કદાવર પ્રાણી છે.
પાણી અને જમીન એમ બંને પર તે રહી શકે છે તેને તરવા માટે આગળના પગે હલેસા હોય છે અને ચાર ટૂંકા પગ વડે જમીન પર ચાલી શકે છે. વિશાળ છાતી અને મોટા પેટવાળા આ કદાવર પ્રાણી છ ફૂટ લાંબા હોય છે. સી લાયનની પાંચ જાત જોવા મળે છે સ્ટેલર સી લાયન ૧૦ ફૂટ લાંબા હોય છે. સી લાયનને બહાર દેખાય તેવા કાન હોય છે અને મોં સિંહ જેવું હોય છે. તેના શરીરે મુલાયમ રૂવાંટી હોય છે.
સી લાયન દરિયામાં ઊંંડે સુધી ડૂબકી મારી શકે છે. અને ઝડપથી તરી શકે છે. નર સી લાયનના ગળા પર સિંહ જેવી કેશવાળી હોય છે. સી લાયન માછલીનો શિકાર કરે છે. સી લાયન રમતિયાળ અને પાળી શકાય તેવું શાંત પ્રાણી છે. તેના બચ્ચાં જન્મતાંની સાથે જ હાલતા ચાલતાં અને તરતાં શીખી જાય છે.