જંગલમાં જોવા મળતું કદાવર અને ભયંકર દેખાવવાળું રીંછ શાકાહારી પ્રાણી છે. રીંછ તો પાળી શકાય છે. તે આજ્ઞાાંકિત હોવાથી સારી તાલીમ આપી શકાય છે. સરકસમાં રીંછના ખેલ જોવા જેવા હોય છે. જૂના વખતમાં મદારીઓ શેરીઓમાં રીંછના ખેલ કરી બાળકોને ખુશ કરતા.ઘણા દેશોમાં રીંછ જોવા મળે છે પરંતુ એશિયાનું રીંછ વિશિષ્ટ છે. આખા શરીર પર ભરચક કાળા વાળ, અણીવાળા નહોર અને તીક્ષ્ણ દાંતને કારણે તે હિંસક અને ડરામણું લાગે છે. ચાર ફૂટ લાંબુ અને બ ેથી અઢી ફૂટ ઊંચું આ રીંછ કદાવર હોવા છતાંય ઝાડ ઉપર ચઢી શકે છે. એશિયન રીંછના જડબાં મોટાં અને મજબુત હોય છે. તેના પગ પણ મજબુત હોય છે. રીંછની આંખો અને સાંભળવાની શક્તિ નબળી હોય છે. રીંછ વનસ્પતિ ખાઈને જીવે છે પરંતુ હુમલાખોર પ્રાણી છે. એશિયાના જુદા જુદા દેશોમાં જોવા મળતાં એશિયન રીંછ કદમાં નાના મોટા હોય છે.
ગળા પર સફેદ પટ્ટાવાળું એશિયન રીંછ .


